News of Tuesday, 18th March 2025
કોઠારીયા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રસ્તા સહિતના પ્રશ્નો
લતાવાસીઓએ મેયરને આવેદન : નયનાબેન દ્વારા યોગ્ય કરવા ખાત્રી

રાજકોટ શહેરના કોઠારીયા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રોડ, રસ્તાની સુવિધા સહીતના પ્રશ્ને આજે વિસ્તારવાસીઓ દ્વારા મેયર નયનાબેન પેઢડીયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ અંગે યોગ્ય કરવા મેયરે ખાત્રી આપી હતી. વિસ્તારવાસીઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે બાલાજી ઇન્ડસ્ટ્રીઝ એરીયા, અંકીત ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સોમનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ધ્વની ઇન્ડસ્ટ્રીઝ એરીયા, ગોપનાથ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સરદાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, વર્તમાન ઇન્ડસ્ટ્રીઝ એરીયા, કલાસીક ઇન્ડસ્ટ્રીઝ એરીયા, સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ એરીયા, રાધે ઇન્ડસ્ટ્રીઝ એરીયા, વરૂણ ઇન્ડસ્ટ્રીઝ એરીયા, પટેલ ઇન્ડસ્ટ્રીઝ એરીયા આ બધા સિવાયના નાના-મોટા ઇન્ડસ્ટ્રી એરીયા છે. જેમાં ઘણા વર્ષોથી કોઇ પણ જાતનો રોડ રસ્તાના કામ થયેલ નથી ત્યારે તાકીદે રોડ રસ્તાની સુવિધા આપવા માંગ કરી છે.
(3:02 PM IST)










