News of Tuesday, 18th March 2025
હીટવેવથી બચવા શ્રમયુકત પ્રવૃતિઓ ન કરવીઃ વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે

રાજકોટ તા.૧૮: ધોમધખતા તાપમાં હીટવેવથી બચવા આટલું કરવું જોઇએ. રેડિયો સાંભળો, ટીવી જુઓ, સ્થાનિક હવામાન સમાચાર માટે અખબાર વાંચો. હવામાનની નવીનતમ અપડેટ ભારતીય હવામાન વિભાગ (I.M.D.)ની વેબસાઇટ https://mausam.imd.gov.in પરથી મેળવી શકાશે.
બને તેટલું ઘરની અંદર રહો, હવાની અવરજવરવાળી સારી વેન્ટિલેટેડ અને ઠંડી જગ્યાએ રહેવું જોઈએ. સીધો સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોને અવરોધિત કરવા જોઈએ. દિવસ દરમિયાન બારીઓ અને પડદા બંધ રાખવા જોઈએ. ખાસ કરીને ઘરની સૂર્ય તરફની બાજુ, ઠંડી હવા આવવા દેવા માટે રાત્રે બારી ખુલ્લી રાખવી જોઈએ. જો બહાર જવાનું હોય તો આઉટડોર એક્ટિવિટીને દિવસના ઠંડા સમય એટલે કે સવાર અને સાંજ સુધી મર્યાદિત રાખવી જોઈએ. દિવસના ઠંડા ભાગો દરમિયાન આઉટડોર પ્રવળત્તિ કરી શકાય.
આટલું ના કરો
૧. તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને બપોરે ૧૨ કલાકથી બપોરે ૩ કલાકની વચ્ચે સખત પ્રવળત્તિઓ ટાળવી જોઈએ. ખુલ્લા પગે બહાર ન જવું જોઈએ. ૨. ઉનાળાના પીક અવર (સૌથી ગરમ સમય દરમિયાન રસોઈ કરવાનું ટાળો) રસોઈ વિસ્તારમાં હવાની પર્યાપ્ત રીતે અવરજવર થાય તે માટે દરવાજા અને બારીઓ ખુલ્લાં રાખવા જોઈએ. ૩. આલ્કોહોલ, ચા, કોફી અને કાબોનેટેડ સોફ્ટ ડ્રિક્સ અથવા મોટી માત્રામાં ખાંડવાળા પીણાં ટાળવા જોઈએ. આવા તત્વો શરીરમાં વધુ પ્રવાહીની ખોટ તરફ દોરી જાય છે અથવા પેટમાં ખેંચાણ થઈ શકે છે ૪. ઉચ્ચ પ્રોટીન ખોરાક અને વાસી ખોરાક ન ખાવો જોઈએ. ૫. પાર્ક કરેલા વાહનમાં બાળકો અથવા પાલતુ પાણીઓને છોડશો નહીં. વાહનની અંદરનું તાપમાન જોખમી બની શકે છે. ૬. ભારે અથવા ચુસ્ત કપડાં પહેરવા નહીં. ૭. વધુ તાપમાન સમયે સખત શારીરિક શ્રમયુકત પ્રવળત્તિઓ કરવી નહીં.
આ અંગે કોઇપણ તકલીફ જણાય તો ૧૦૮ ઇમરજન્સી અથવા ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર રાજકોટના ફોન નં. ૦૨૮૧-૨૪૭૧૫૭૩ તથા ટોલ ફ્રી નં. ૧૦૭૭ પર સંપર્ક કરી શકાશે તેમ નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.કે.ગૌતમની યાદીમાં જ્ણાવાયું છે
(4:34 PM IST)










