<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

જંકશન વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ખજુર લેવા ગયા બાદ લાપતાઃ અપહરણનો ગુનો

સગીરાના પિતાએ પ્રનગર પોલીસમાં અજાણ્‍યા શખ્‍સ સામે ફરિયાદ

રાજકોટ, તા. ૧૮: જંકશન વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીર ખજુર લેવા માટે ગયા બાદ પરત ન આવતા તેના પિતા સહિત પરિવારજનોએ પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ જંકશન મેઇન રોડ પરના વિસ્‍તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગત તા. ૧૩ રોજ પિતા સાથે શાકભાજી વેંચવા માટે ગઇ હતી. બાદ સાંજે પિતાએ સગીરાને ખજુર લઇ આવવાનું કહી રૂા. ૧૦૦ પણ આપ્‍યા હતા. સગીરા ખજુર લેવા માટે નિકળ્‍યા બાદ પરત ન આવતા તેના પિતા સહિતના પરિવારજનો એ સગીરાની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા તેના પિતાએ પ્રનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.બી. રાણીંગા સહિતે તપાસ હાથ ધરી છે.

(3:20 PM IST)