News of Tuesday, 18th March 2025
બોગસ દસ્તાવેજો બનાવી નોટરી કરવા અંગેના ગુનામાં એડવોકેટ મુકેશ ઠક્કરને ડીસ્ચાર્જ કરવા હુકમ

રાજકોટ,તા.૧૮: રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોટા દસ્તાવેજો બનાવી નોટરી કરવાના આરોપસર થયેલ ફરીયાદ ના અનુસંધાને નોટરી - એડવોકેટ મુકેશભાઈ જંયતીલાલ ઠકકર રહે. મારૂતીનગર -૨, એરપોર્ટ રોડ, રાજકોટવાળાને નીચેની અદાલતમાં ડીસ્ચાર્જ અરજી કરેલ જે અરજી રાજકોટના મહે. જયુડી. મેજી. ફ.ક. એ મંજુર કરી સદરહુ ગુનાના આરોપમાંથી ડીસ્ચાર્જ કરવાનો હુકમ કરેલ છે.
આ કેસની હકિકત એવી છે કે, તા. ૦૭/૧૨/ના પહેલા કોઈપણ સમયે જેની ફરીયાદ તા. ૨૪/૨/૧૩ ના રોજ આપવામાં આવેલ અને ફરીયાદની હકિકતમાં આ કામના અન્ય આરોપીઓએ ફરિયાદીની તથા સાહેદો ને વારસામાં મળેલ મોટી સ્થાવર તેમજ જંગમ મીલ્કતો કે જે ગુજરાત તથા મહારાષ્ટ્રમાં આવેલ છે તે હડપ કરી જવા આ કામના આરોપીઓએ પૂર્વયોજીત કાવત્રુ રચી ફરીયાદી તથા સાહેદો ના નામે ખોટા બોગસ કુલમુખત્યારનામુ તથા સોગંદનામાઓ બનાવી તેમાં ફરીયાદી તથા સાહેદોને બદલે અન્ય વ્યકિતઓના ફોટા તથા ચુંટણીકાર્ડ બનાવી જે દસ્તાવેજો માં લગાવી જે દસ્તાવેજો ખોટા બોગસ હોય તેનો ખરા તરીકે ઉપયોગમાં લઈ ફરીયાદીને આંકી ન શકાય તેટલી કીમતની મીલ્કતો હડપ કરવાનુ કળત્ય કરી ગુનો કર્યા સબંધેની ફરીયાદ કળણાલભાઈ પ્રવીણભાઈ કાનાણી રહે. સુકંજ, હરીહર સોસાયટી - ૫, કાલાવાડ રોડ, અમીનમાર્ગ, રાજકોટ વાળાએ આપેલ.
સદરહુ ફરીયાદના અનુસંધાને એ ડીવીઝન પોલીસ દવારા આઈ.પી.સી કલમ ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી), ૨૦૧ મુજબનો ગુનો નોંધેલ અને પોલીસે સૈયદ ઈમામ અબુબકકર, ગોવીંદભાઈ મકવાણા, જયેશભાઈ વેલજીભાઈ પ્રજાપતી, નયનાબેન વેલજીભાઈ પ્રજાપતી, વેલજી જેરામ લુહાર વીગેરે ની ધરપકડ કરેલ.
સદરહુ ફરીયાદમાં ફરીયાદીની માલીકીની સ્થાવર અને જંગમ મીલ્કતોનો વહીવટ સુરતના સૈયદ ઈમામ અબુબકકર નામના માણસને ફરીયાદીએ કુલમુખત્યારનામુ તથા સાટાખત કરી આપેલાની હકિકત જણાવેલ હોય ફરીયાદીએ આવુ કોઈપણ કુલમુખત્યારનામુ કે સાટાખત કરી આપેલ ન હોય અને તેમાં ગુજરાત તથા મહારાષ્ટ્ર ની મીલ્કતનો સમાવેશ કરવામાં આવેલ હોય તેમજ કહેવાતુ કુલમુખત્યારનામુ તથા સાટાખત એડવોકેટ નોટરી મુકેશભાઈ ઠકકરનાઓ એ નોટરી કર્યા નો આક્ષેપ છે.
આ કામમાં અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, કોઈપણ નોટરી સામે ગુનો દાખલ કરવો હોય તો ગુનો દાખલ કરતા પહેલા મંજુરી મેળવવી ફરજીયાત છે તેવી કોઈ મંજુરી આ કામમાં રજુ કરવામાં આવેલ નથી જેથી કાયદાની જોગવાઈઓ જોતા નોટરી એડવોકેટ સામે કોગ્નીજન્સ લઈ શકાય નહી તેવુ માનીને એડવોકેટ નોટરી મુકેશભાઈ જંયતીલાલ ઠકકરનાઓ ને આ કેસમાંથી ડીસ્ચાર્જ કરવાનો હુકમ ફરમાવેલ છે.
ઉપરોકત કામમાં એડવોકેટ - નોટરી મુકેશભાઈ જંયતીલાલ ઠકકર વતી રાજકોટના એડવોકેટ પીયુષ એમ.શાહ, અશ્વીનભાઈ ગોસાઈ, નવીદભાઈ પારેખ, નીતેશભાઈ કથિરિયા, વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, હર્ષીલભાઈ શાહ, ચીરાગભાઈ શાહ, તથા આસીસ્ટન્ટ તરીકે રવીરાજભાઈ વાળા, રૂત્વીકભાઈ વધાસીયા, સંજયભાઈ મેરાણી રોકાયેલા હતા.
(3:34 PM IST)










