<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

સતત બીજા દિ'ફાયરનું ચેકીંગઃ ૯૫માંથી માત્ર ૨૧માં એનઓસી

  1.  
  2. રાજકોટ, તા. ૧૮: ધુળેટીના દિવસે ૧પ૦ ફુટ રીંગ રોડ પર આવેલા હાઇફાઇ એટલાન્‍ટિસ એપાર્ટમેન્‍ટમાં લાગેલી આગની દુર્ઘટનામાં  ત્રણ યુના ઘેરા પડઘા પવાનોના મળત્‍યુડયા છે. ફરી મનપા, પોલીસ, પીજીવીસીએલ સહિતના તંત્રવાહકોને ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ યાદ આવી ગયો છે. તેના પગલે આજથી જ મહાપાલિકાની ફાયર શાખાને ત્રણે ઝોનના અલગ અલગ વોર્ડમાં આવેલા હાઇરાઇઝ રહેણાંક એપાર્ટમેન્‍ટમાં ફાયર એનઓસી અને સાધનોની સ્‍થિતિ અંગે ચેકીંગ કરવાનું શરૂ કરી દીધુ છે. આજે કાલાવડ રોડથી માંડી કોઠારીયા રોડના અલગ અલગ એપાર્ટમેન્‍ટમાં તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં બેદરકારી દેખાઇ તો ધડાધડ નોટીસ આપવાનું પણ શરૂ કરાશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એસેમ્‍બલીની વ્‍યાખ્‍યામાં આવતા તમામ કોમર્શિયલ બિલ્‍ડીંગમાં આવી કડક કાર્યવાહી થઇ હતી. હવે રહેણાંક સોસાયટીઓમાં આવું ચેકીંગ શરૂ કરાયું છે. 

(4:06 PM IST)