તા. ૧૦ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૬ સોમવાર
News of Tuesday, 18th March 2025
શ્રી વિહોત માતાજી મંદિરે ગુરૂ થી શનિ શ્રી શતચંડી પ૧ કુંડી મહાયજ્ઞ
ભાવનગર હાઇવે ઉપર (વાયા ત્રંબા) વડાળી ગામે આવેલ ખુબ જ વિખ્યાત એવા શાસ્ત્રી ભરતભાઇ વ્યાસ વૈદોકત પધ્ધતિથી યજ્ઞ કરાવશેઃ દરરોજ મહાપ્રસાદઃ ભકતોને લાભ લેવા આમંત્રણ આપતા પૂજારી કાંતિબાપુ

રાજકોટઃ વડાળી ગામમાં આવેલ સુવિખ્યાત એવા શ્રી વિહોત માતાજીના મંદિરે શ્રી શતચંડી પ૧ કુંડી મહાયજ્ઞનું આયોજીત કરવામાં આવ્યું છે.
ભાવનગર હાઇવે ઉપર (વાયા ત્રંબા) આવેલ શ્રી વિહોત માતાજીનું મંદિર વડાળી વિહોત ધામ તરીકે પણ પ્રખ્યાત છે. આ નિજ મંદિરે તા. ર૦ ના ગુરૂવારથી તા. રરના શનિવાર સુધી શ્રી શતચંડી પ૧ કુંડી મહાયજ્ઞનું ભવ્યાનિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ યજ્ઞના આચાર્યપદે શાસ્ત્રી શ્રી ભરતભાઇ ડી. વ્યાસ (સંસ્કૃત બી.એ.બી.એડ) વેદોકત પધ્ધતિથી યજ્ઞ કરાવશે. ત્રણેય દિવસ બપોરે અને રાત્રીના મહાપ્રસાદનું આયોજન થયું છે. બીડુ હોમવાનો સમય તા. રરના શનિવારે બપોરે ૪ કલાક રહેશે.
અત્રે ઉલ્લેખનિય છે કે વડાળી શ્રી વિહોત માતાજી મંદિર દાયકાઓ પુરાણું છે. બ્રહ્મકાલીન મહેશ નાથાબાપુ નિજ મંદિરે સેવા આપતા હતા.
વડાળી શ્રી વિહોતધામ મંદિરે દરેક જ્ઞાતિના ભાઇ-બહેનો દર્શનનો લાભ લ્યે છે. ખાસ કરીને નવલા નોરતામાં મોટી સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવતા હોય છે.
તા. ર૦ ના ગુરૂવારથી તા. રર ના શનિવાર સુધી આયોજીત શ્રી શતચંડી પ૧ કુંડી મહાયજ્ઞમાં દર્શનનો લાભ લેવા પૂજારી શ્રી કાંતિબાપુ મો. ૯૯૧૩૧ ૩૧૭૨૮ દ્વારા નિમંત્રણ અપાયું છે.
(4:22 PM IST)










