<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

કાલે મનપાનું બોર્ડઃ ધગધગતા પ્રશ્નો ચર્ચાશે?

ભાજપના ૧૫, કોગ્રેસના ૨ કોર્પોરેટરોઍ સામાન્ય સભામાં ૨૬ પ્રશ્નો મુક્યા : વોર્ડ નં. ૬ના કોર્પોરેટર મંજુબેન કુંગશીયાના પ્રથમ પ્રશ્નથી ચર્ચાનો થશે પ્રારંભ

રાજકોટ, તા. ૧૮: આવતીકાલે તા. ૧૯ મીએ મનપાનું જનરલ બોર્ડ યોજાવાનુ છે. જેમાં ભાજપના ૧૫ કોર્પોરેટરો તથા કોંગ્રેસના ર સહિત કુલ ૧૬ કોર્પોરેટરોએ ર૬ પ્રશ્નો રજુ કર્યા છે. જેમાં વોર્ડ નં. ૬ ના મંજુબેન કુંગશીયાના પ્રશ્નોની બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે.

આ બોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા પ્રોજેકટના ખર્ચ, મનપાના કેલેન્‍ડર ટેન્‍ડર વગર પ્રિન્‍ટ કેમ કરાયા, ડી.આઇ. પાઇપલાઇન નાખ્‍યા બાદ રસ્‍તા પંચવર્કનું આયોજન શૂં ?, ઉનાળાની ઋતુમાં પાણી પુરૂ પાડવા અંગે શું  આયોજન વગેરે પ્રશ્નો ભાજપ-કોંગ્રેસના નગર સેવકોએ તંત્રને ઢંઢોળતા મુકયા છે. મનપાનું આવતીકાલે  ૧૯ મી માર્ચના રોજ જનરલ બોર્ડ સવારે ૧૧ વાગ્‍યે સ્‍વ. રમેશભાઇ છાયા સભાગૃહમાં નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે. આ બોર્ડમાં વોર્ડ નં. ૬ ના કોર્પોરેટર મંજુબેન કુંગશીયાના  મહાનગરપાલિકા અર્બન મેલેરીયા વિભાગ દ્વારા છેલ્લા રમાસ દરમયાન શી કામગીરી કરવામાં આવેલ છે?

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પ (પાંચ) વર્ષ દરમ્‍યાન હાથ ધરવામાં આવેલ આંતરમાળખાકીય વિકાસ પ્રોજેકટસ જેવા કે, વોર્ડ ઓફીસ, આરોગ્‍ય કેન્‍દ્ર, રામવન-અર્બન ફોરેસ્‍ટ) ગાર્ડન વગેરે પ્રોજેકટસની ખર્ચ, ગ્રાંટ સુવિધા સહિતની ટેકનિકલ વિગતો રજુ કરવી. આ પ્રશ્નથી ચર્ચાનો પ્રારંભ થશે.

જયારે બીજા ક્રમાંકે વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર સોનલબેન સેલારાએ મહાનગરપાલિકાની રોશની શાખા દ્વારા છેલ્લા બે વર્ષ દરમ્‍યાન કયા કયા વોર્ડના મુખ્‍ય રસ્‍તાો પર સેન્‍ટ્રલ લાઇટીંગની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે ? અને આ કામગીરી માટે વોર્ડ  તથા વિસ્‍તાર વાઇઝ અત્‍યાર સુધીમાં કુલ કેટલો ખર્ચ થયેલ છે વિગેરે પ્રશ્નો રજૂ કર્યા છે.

ત્રીજા ક્રમાંકે વોર્ડ નં. ૧૩ના નીતીન રામાણીએ મહાનરગપાલિકા દ્વારા શહેરીજનોને પીવાનું શુધ્‍ધ પાણી પુરૂ પાડવા જુદા જુદા વોર્ડ ના વિસ્‍તાર વાઇઝ ડી.આર. પાઇપલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થયેલ હોય તેવા વિસ્‍તારમાં ડામર પેચ વર્કની કામગીરી બાકી છે ? બાકી વિસ્‍તારમાં ડામર પેચ વર્ક માટે માટેનું શું આયોજન છે તેની વોર્ડ અને વિસ્‍તાર વાઇઝ વિગતો રજુ કરવી. પ્રશ્ન રજુ કર્યો છે.

કોંગ્રેસના ૬ પ્રશ્‍નો

આગામી મળનાર જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૧પ ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામભાઇ સાગઠિયા અને કોમલબેન ભારાઇ એ ૬ પ્રશ્નો રજૂ કર્યા છે. જેમાં મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વખત કેલેન્‍ડર છાપવામાં આવ્‍યા છે. તેનો પ્રિન્‍ટીંગ ખર્ચ રેઇટ કોન્‍ટ્રાકટ દ્વારા ચુકવવામાં આવશે ? ટેન્‍ડર થયું છે ? મોબાઇલ ટાવરની મંજુરી કયારથી આપવામાં આવેલ છે ? કેટલા ટાવર મંજુરી વાળા અને કેટલા મંજુરી વગરના છે.

આ ઉપરાંત છેલ્લા ૬ મહિનામાં ડ્રેનેજ હાઉસ ચેમ્‍બર કેટલી કયા-કયાં વોર્ડમાં બનાવવામાં આવી છે. ડી.આઇ. પાઇપ લાઇન નવા રોડ તોડીને ખાડા છે ? તથા અગ્નિકાંડ બાદ કેટલા વોર્ડ માં. ર૬૦/૧ મુજબની નોટીસો આપવામાં આવી છે વિગેરે પ્રશ્નોનો સમાવેશ થાય છે.

કયા કોર્પોરેટરોના

કેટલા પ્રશ્‍નો રજૂ

કોર્પોરેટર           પ્રશ્નો

મંજુબેન કુંગસીયા ર

 સોનલબેન સેલારા ૧

 નીતિનભાઈ રામાણી ૩

 કોમલબેન ભારાઈ ૧

હિરેનભાઈ ખીમાણીયા        ૧

 પરેશભાઈ આર. પીપળીયા ૧

દિલીપભાઈ લુણાગરીયા      ૧

નરેન્‍દ્રભાઈ ડવ     ૨

જીતુભાઈ કાટોળીયા ૨

રૂચીતાબેન સાકરીયા ૧

ચેતનભાઈ સુરેજા  ૧

વર્ષાબેન રાણપરા  ૧

મગનભાઈ સોરઠીયા  ૧

નરેન્‍દ્રસિંહ વાઘેલા  ૧

વશરામભાઈ સાગઠીયા       ૩

રૂચીતાબેન જોષી  ૧

નેહલભાઇ શુકલ    ૩

કયા પક્ષના કેટલા સવાલો

            ભાજપ કોંગ્રેસ કુલ

કોર્પોરેટર      ૧૫  ર ૧૭

પ્રશ્નો   ૨૦     ૬      ર૬

(4:32 PM IST)