<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્‍તાહઃ દરરોજ હજારો ભાવિકો કથા શ્રવણ-મહાપ્રસાદમાં જોડાશે

પૂ. જીગ્નેશ દાદાના વ્‍યાસાસને અલૌકીક માહોલ સર્જાશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમની જબ્‍બરદસ્‍ત જહેમત :અદ્યતન જર્મન ડોમ, કુલર, પંખા, સ્‍પ્રીંકલર સહિતના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સાથે લાખો ભાવિકો, વૈશ્‍ણવો, સનાતનીઓ કૃષ્‍ણભકિતમાં લીન બનશે :ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે પવિત્રતા સાથે ભાવિકોનો દરીયો ઘૂઘવશેઃ ૧૦૮ પોથીજીના દર્શન કરવા લોકો ઉમટી પડશેઃ રાધે રાધેનો જબ્‍બર નાદ ગૂંજશે

રાજકોટ, તા.૧૮: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘ રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્‍માની શાંતિ માટે વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી ૫ એપ્રિલ, ૨૦૨૫ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય-દિવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે.  ભાગવત સપ્‍તાહમાં ભાવિકોનો રીતસર દરીયો ધૂધવશે. પવિત્ર ૧૦૮ પોથીજીના દર્શન કરવા લોકો ઉમટી પડશે. ચારે બાજુ રાધે રાધેનો જબ્‍બર નાદ ગૂંજતો  જોવા મળશે.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન અને સહયોગ હેઠળ યોજાનાર શ્રીમદ્‌ ભાવગત સપ્‍તાહમાં દરરોજ ૧૨ થી ૧૫ હજાર જેટલા ભાવિકો કથા શ્રવણમાં અને કથા વિરામબાદ મહાપ્રસાદમાં જોડાશે. કથાનો સમય દરરોજ બપોરે ૩ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધીનો રાખવામાં આવેલ છે. કથા સ્‍થળ રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે અદ્યતન જર્મન ડોમ, કુલર, પંખા, સ્‍પીંકલર, સોફા, ખુરશી, ભારતીય બેઠક સહિતના ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સાથે લાખો ભાવિકો, વૈશ્‍ણવો, સનાતનીઓ શ્રીકૃષ્‍ણભકિતમાં લીન બની જશે. પૂ. જીગ્નેશદાદાના વ્‍યાસાસને અલોૈકીક માહોલનું સર્જન થશે.

ભાગવત સપ્‍તાહને વિશ્વના લાખો લોકો ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે ‘અકિલા લાઇવ' દ્વારા જબ્‍બર નેટવર્ક ઊભું કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર ભાગવત સપ્‍તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે.

પવિત્ર પોથીજીની નોંધણી તથા ભાગવત સપ્‍તાહ સંદર્ભે કોઇપણ પૂછપરછ માટે રાજકોટ લોહાણ મહાજન ઓફીસ, મહિલા કોલેજ અંડરબ્રીજ ઉપર ભવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ અથવા તો મહિલા કોલેજ અંડરબ્રીજથી એસ્‍ટ્રોન ચોક તરફ જતા એલ.આઇ.સી ઓફીસ સામે આવેલ ભાગવત સપ્‍તાહના ખાસ કાર્યાલય (મો. ૯૫૩૭૭ ૧૧૭૭૪) નો સંપર્ક કરવા રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇની યાદીમાં જણાવ્‍યું છે. ભાગવત સપ્‍તાહને યાદગાર-ઐતિહાસિક બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનનું સમગ્ર ટ્રસ્‍ટી મંડળ-ટીમ દ્વારા જબ્‍બરદસ્‍ત આયોજન કરવામાં આવી રહ્યું છે.

શ્રી મદ ભાગવત સપ્તાહના ભવ્‍ય- દિવ્‍ય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રીધવલભાઇ  કારીયા, ટ્રસ્‍ટ્રિઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શેૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતી અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતી ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમિનિસ્‍ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ - દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશ્વર ચાંદ્રાણી, મૌલકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્‍ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.(૨.૨૫)

 પવિત્ર-અલૌકીક ભાગવત સપ્‍તાહમાં પોથીજીની નોંધણી માટે ધસારોઃ જુજ પોથીજી બાકીઃ જલ્‍દી કરો

રાજકોટ લોહાણા મહાજન આયોજીત પૂ. જીગ્નેશદાદા રાધે રાધેની ભાગવત સપ્‍તાહમાં પવિત્ર ૧૦૮ પોથીજીની નોંધણી માટે ભારે ધસારો થઇ રહ્યો છે. વહેલા તે પહેલાના ધોરણે જુજ પોથીજી નોંધાવાની બાકી છે જે માટે મો. 95377 11774 ઉપર નોંધણી કરાવી શકાય છે.  પિતૃઓનાં મોક્ષાર્થે અને તેઓના આત્‍માની શાંતિ માટે યોજાનાર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહમાં પિતૃઓનો ફોટો અને છેડાછેડી સિવાયની તમામ સામગ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા પુરી પાડવામાં આવનાર છે.

પૂજય જીજ્ઞેશદાદાની ભાગવત સપ્‍તાહ માટે સંપર્ક નંબર ૯૫૩૭૭ ૧૧૭૭૪ છે

રાજકોટ : આગામી ૩૦ માર્ચથી રાજકોટમાં રાજકોટ લોહાણા મહાજન દ્વારા સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ.જીજ્ઞેશદાદાના વ્‍યાસાસને ૧૦૮ પોથીજી સાથે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું અદકેરૂ સમાજલક્ષી - જાજરમાન આયોજન કરવામાં આવેલ છે. પોથીજી નોંધાવવા માટે મો.૯૫૩૭૭ ૧૧૭૭૪ છે. ગઈકાલે અકિલામાં જે નંબર પ્રસિદ્ધ થયો તેમાં પ્રિન્‍ટીંગ ભૂલ ગઈ છે. તો સુધારીને ઉપરોકત નંબર ઉપર સંપર્ક કરવા સહુને વિનંતી છે. શ્રી દિપકભાઈ અને શ્રી નિધિબેનને પડેલ તકલીફ બદલ અમને ખૂબ જ ખેદ છે તેમ યાદીમાં ખાસ જણાવાયુ છે.

(4:16 PM IST)