News of Tuesday, 18th March 2025
પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ એટલે ઠાકોરજીની સમીપ જવાનો અમૂલ્ય અવસરઃ અચૂક લાભ લો
રઘુવંશી અગ્રણીઓ હિતેષભાઇ બગડાઇ અને કિશોરભાઇ કોટેચાની જાહેર અપીલ

રાજકોટ તા. ૧૮: રાજકોટ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે તથા તેઓના આત્માની શાંતિ અર્થે ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ર૦રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ૧૦૮ પવિત્ર પોથીજી સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું અલૌકીક આયોજન કરવામાં આવ્યું છે. પવિત્ર-ધાર્મિક વાતાવરણમાં યોજાનાર પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહ એટલે ઠાકોરજીની સમીપ જવાનો અમૂલ્ય અવસર હોય, અચૂક લાભ લેવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને રાજકોટ બિલ્ડર્સ એસો.ના પૂર્વ પ્રમુખ, રઘુવંશી અગ્રણી શ્રી હિતેષભાઇ બગડાઇ તથા રઘુવંશી અગ્રણી ઉદ્યોગપતિ, બિલ્ડર, હોટલ ફર્ન, દ્વારકાના ચેરમેન શ્રી કિશોરભાઇ કોટેચાએ જાહેર અપીલ કરી છે.
ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય ચરિત્રની અદ્દભુત ગાથા દર્શાવતી શ્રીમદ્ ભાગવત સપ્તાહના શ્રવણથી માનવીના જીવનમાં એક નવી ઊર્જાનો સંચાર થતો હોય છે. જેમાં બેમત નથી તેવું પણ શ્રી હિતેષભાઇ બગડાઇ અને શ્રી કિશોરભાઇ કોટેચાએ જણાવ્યું હતું. (૭.૩૭)
(4:16 PM IST)










