<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

વિદેશી દારૂના ગુનામાં સામેલ સમીર લીંગડીયા પકડાયો

એ-ડીવીઝન પોલીસના એ.એસ.આઇ. એમ.વી.લુવા હેડ કોન્‍સ. કલ્‍પેશ ભાઇ બોરીચાની બાતમી

રાજકોટ, તા. ૧૮ : હરીહર ચોક પાસે દાતારબાપુના તકીયા પાછળ ખાડામાં એક મકાનમાંથી કબ્‍જે થયેલા વિદેશી દારૂના ગુનામાં સામેલ શખ્‍સને એ-ડીવીઝન પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ એ-ડીવીઝન પોલીસ સ્‍ટેશનમાં કબ્‍જે થયેલા વિદેશી દારૂના ગુનામાં સામેલ શખ્‍સ હરીહર ચોક પાસે હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ. એમ.વી. લુવા, હેડ કોન્‍સ. કલ્‍પેશભાઇ બોરીચાને બાતમી મળતા સ્‍ટાફ સાથે ફરાર શખ્‍સ સમીર દીલાવરભાઇ લીંગડીયા (ઉ.વ.રપ) (રહે. હરીહર ચોક દાતારબાપુના તકીયા પાછળ ખાડામાં) ને પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ આર.જી. બારોટના માર્ગદર્શન હેઠળ પી.એમ. આઇ. કે.એમ. વડનગરા, એ.એસ.આઇ. એમ.વી. લુવા, તથા બી.વી. ગોહિલ, હેડ કોન્‍સ. ધારાભાઇ ગઢવી, કલ્‍પેશભાઇ બોરીચા, સાગરભાઇ માવદિયા, અજયભાઇ બસીયા, વિજયભાઇ મકવાણા, યોગેશભાઇ મકવાણા દ્વારા કરવામાં આવી હતી.

(4:35 PM IST)