<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજકોટ જિલ્લા અને ગ્રામ્યમાં અલગ-અલગ કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીઓ ફાળવવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

(યાસીન બ્લોચ દ્વારા) : રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને એક લેખિત રજૂઆતમાં રાજકોટ જિલ્લા અને ગ્રામ્ય અલગ-અલગ મહેકમ મંજૂરી મુજબ વિભાજન કરી બંનેમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારીઓ ફાળવવા અને વિભાજન ન થાય ત્યાં સુધી કાયમી વર્ગ-૦૧ જિલ્લા શિક્ષણ અધિકારીની નિમણૂક કરવા બાબતે માંગ કરી છે.
  રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યુ છે કે, રાજકોટ જીલ્લો સૌરાષ્ટ્ર વિસ્તારમાં શિક્ષણનું પાટનગર તરીકે ઓળખાય છે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી અહીંયા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે શિક્ષણની ઉચ્ચ ગુણવત્તાની અપેક્ષાએ આવે છે. હાલમાં કાર્યરત જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી નીચે સરકારી માધ્યમિક શાળા-46,ગ્રાન્ટેડ મા.અને ઉ.મા.શાળાઓ-230, સ્વર નિર્ભર મા.અને ઉ.મા.શાળાઓ-634, અનુદાનિત પ્રાથમિક શાળાઓ -6 સ્વનિર્ભ પ્રાથમિક શાળાઓ-628, અધ્યાપન મંદિર-01,ખાસ સંસ્થા-03 અને જેતપુર અને ઉપલેટા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓ આટલી વિશાળ સંખ્યામાં સંસ્થાઓ કાર્યરત છે જે બાબત ધ્યાન રાખી ભૂતકાળમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય અલગ અલગ કચેરી શરૂ કરવા મહેકમ મંજૂર થયેલ છે પરંતુ આપ સાહેબને નમ્રતા સાથે જણાવવાનું કે આજ સુધી તે બાબત અમલમાં આવેલ નથી છેલ્લા માસથી આ કચેરીમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે જેના લીધે વહીવટી શિથિલતા આવતા ઘણા બધા કર્મચારીઓના પ્રશ્નો અટકેલા પડયા છે. શિક્ષણની વ્યાપકતા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આપ સાહેબને નમ્રતા સાથે વિનંતી કે, સત્વરે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી રાજકોટનું મંજૂર મહેકમ અનુસાર જિલ્લા અને ગ્રામ્યમાં વિભાજન કરી શિક્ષણના વિશાળ હિતમાં બંને કચેરીમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓની નિમણૂક થાય અને જ્યાં સુધી આ વિભાજન ન થાય ત્યાં સુધી આ કચેરીમાં કાયમી જિલ્લા શિક્ષણ અધિકારી વર્ગ-01ની નિમણૂક થાય તે માટે ઘટતું કરવા રાજકોટ/શહેર જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના ડો.પ્રિયવદન કોરાટ (અધ્યક્ષ), દિનેશભાઈ ભુવા (ઉપાધ્યક્ષ), ડો.શૈલેષ સોજીત્રા (પ્રમુખ), રસિકભાઈ જી.ભંડેરી (ઉપપ્રમુખશ્રી)એ જણાવ્યુ છે.
રાજકોટ શહેર/જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિમાં અધ્યક્ષ ડૉ. પ્રિયવદન કોરાટ (મો.૯૮૨૫૨ ૨૯૨૪૫), ઉપાધ્યક્ષ દિનેશભાઈ ભુવા (મો.૯૮૨૫૦ ૭૯૦૨૩), પ્રમુખ ડૉ. શૈલેષ સોજીત્રા (મો.૯૪૨૭૪ ૨૩૨૭૦), ઉપપ્રમુખશ્રી રસિકભાઈ જી. ભંડેરી (મો.૯૯૭૮૧ ૩૨૦૯૯), મહામંત્રી ડૉ. લીલાભાઈ કડછા (મો. ૯૮૨૪૨ ૦૮૮૪૦), મંત્રી કૌશિકભાઈ રાવલ (મો. ૯૧૦૬૫ ૯૫૧૭૯), સહમંત્રી રામભાઈ લાવડીયા (મો. ૮૧૨૮૪ ૭૩૯૯૧), અશોકભાઈ ભારાઈ (મો. ૯૪૨૬૯ ૦૫૭૪૪), મિડીયા કન્વીનર ભરતસિંહ પરમાર (મો. ૯૯૯૮૩ રરરર૮), મહિલા પ્રતિનિધિ સરોજબેન પટેલ (મો. ૯૪૨૬૭ ૮૭૯૧૬), આમંત્રિત સભ્યો એન. ડી. જાડેજા (મો. ૯૩૨૭૯ ૫૮૮૫૫), દર્શિતભાઈ જાની (મો. ૯૮૭૯૦ ૦૯૩૯૨), વિનોદભાઈ ગજેરા (મો. ૯૪૨૬૯ ૧૧૧૯૯), સુનિલભાઈ બરોચિયા (મો. ૯૮૭૯૫ ૩૩૦૬૯) ભૂપતસિંહ જાડેજા (મો. ૯૮૨૫૬ ૨૧૯૨૧), હિતેન્દ્રભાઈ નારિયા (મો. ૯૪૨૬૯ ૯૬૩૮૦), સંજયભાઈ પંડયા (મો. ૯૯૨૫૦ ૩૦૩૧૦). તુષારભાઈ પંડયા (મો. ૯૪૨૭૪ ૩૩૩૩૯), શૈલેષભાઈ વોરા (મો. ૯૨૨૭૫ ૯૦૩૩૩), નારણભાઈ વિરડા (મો. ૯૬૮૭૪ ૦૩૨૯૮), કે. પી. હિરપરા (મો. ૮૧૬૦૩ ૬૧૪૪૪), નયનભાઈ વિરડા (મો. ૯૮૨૫૬ ૬૬૮૦૪), કિશોરભાઈ ભાલોડિયા (મો. ૯૯૭૮૧ ૦૩૫૬૦) વિગેરેનો સમાવેશ થાય છે.

(8:02 PM IST)