<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th March 2025

રાજકોટમાં વધુ એક સગીર વિદ્યર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું

હોસ્ટેલમાં હૃદય બંધ થઈ જતા પ્રાણ પંખેરૃ ઉડી ગયું:ધુળેટીની રજા બાદ વિદ્યાર્થી શાળાએ પરત આવ્યો હતો અને સવારે શાળાએ જવા માટે સાથી વિદ્યાર્થીએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો

રાજકોટ,તા.૧૮

હાલ વિદ્યાર્થીના મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે ધુળેટીની રજા બાદ ગઈકાલે સાંજે જ વિદ્યાર્થી શાળાએ પરત આવ્યો હતો અને આજે સવારે શાળાએ જવા માટે સાથી વિદ્યાર્થીએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો જે બાદ તેને સિવિલ હોસ્પિટલ લાવતા તબિબે તપાસી મૃત જાહેર કર્યો હતો.

રાજકોટમાં આજે વધુ એક સગીર વિદ્યર્થીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. રાજકોટ જામનગર રોડ પર આવેલ ખંભાળા ખાતે આવેલ સ્કૂલ ઓફ સાયન્સ માં હોસ્ટેલમાં રહી ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી યશરાજ જયેશભાઇ સોલંકી (ઉ.વ.૧૭) ગઈકાલે રાત્રીના રૃમમાં સુતા બાદ આજે સવારે ૬ વાગ્યે શાળાએ જવા માટે ઉઠ્યો ન હતો. જેથી સાથી મિત્રોએ ઉઠાડતા તે ઉઠ્યો ન હતો અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબો દ્વારા જોઈ તપાસી મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી  મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયા હોવાનું સામે આવ્યું છે.

વિદ્યાર્થી યશરાજ સોલંકી હોળી ધુળેટીની રજામાં કચ્છ ખાતે પોતાના ઘરે ગયો હતો અને ગઈકાલે સાંજે ૬ વાગ્યે વિદ્યાર્થીને પરત શાળાએ પરિવારજનો મૂકી ગયા હતા અને આજે સવારે મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. મૃતક વિદ્યાર્થીના પિતા જયેશભાઇ શિક્ષક છે અને તેઓ ત્રણ ભાઈના પરિવારમાં યશરાજ એક નો એક દીકરો હતો જયારે મૃતક યશરાજને એક બહેન છે જેને એકનો એક ભાઈ ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

 

(10:05 PM IST)