News of Wednesday, 19th March 2025
સરકારી જમીન પર દબાણ સામે કલેકટર લાલઘુમઃ ૧ વર્ષમાં ર,૯૮,૧૦૮ ચો.મી.જમીન ખૂલ્લી કરાવી
શહેર અને જિલ્લાના ક્ષેત્રમાં કરોડોની કિંમતની જમીનના દબાણો પર બુલડોઝર કોઠારિયા પાસે ૧ર૦૦ ચો.મી.જમીન દબાણ દુરઃ નિયમિત સમિક્ષા કરતા પ્રભવ જોષી

રાજકોટ તા.૧૯: સરકારી જમીન પર થતા દબાણ સામે જીલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ લાલ આંખ કરી છે. દબાણકારો સામે કાયદાકીય આકરા પગલા ભરવા તેમથે કહયું છે. સરકાર દ્વારા સરકારી ખરાબાની જમીનો પરના દબાણ દુર કરવા અને દબાણ થતા અટકાવવાની સુચના પરત્વે માન.જીલ્લા કલેકટર દ્વારા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર દબાણની જગ્યાઓ ભરવાથી દબાણ દુર કરવાની કામગીરી વેગવંતી બનેલ છે. સરકારી જમીનના દબાણ ખુલ્લા કરાવવા અને દબાણ થતા અટકાવવા બાબતે દર માસે યોજાતી મહેસુલી અધિકારીની બેઠકમાં જીલ્લા કલેકટર પ્રભવ જોષી દ્વારા રીવ્યુ કરવામાં આવે છે.
રાજકોટ જીલ્લામાં વર્ષ ર૦રર અને ર૦ર૩માં કુલ ૪૭ર ખેતી તેમજ બીનખેતી વિષયક દબાણ મળી કુલ ૪,૦૦,૩૧૩ ચો.મી. સરકારી જમીન પરનું દબાણ દુર કરવામાં આવ્યું અને વર્ષ ર૦ર૪માં ૪૧૪ દબાણો દુર કરી ૩ર,૯૭,૭૭૧ ચો.મી.જમીન ખુલ્લી કરાવવામાં આવી જેની કિંમત અંદાજે રૂા.પ,૦૧,૧૦,પ૧,૦૮૬ (પાંચસો એક કરોડ દસ લાખ એકાવન હજાર છયાસી રૂપીયા પુરા) થાય છે. જે પૈકી ખેતી વિષયક કુલ ૬૬ દબાણો દુર કરી રપ,૮૩,૭૧૭ ચો.મી. જમીન અને બીનખેતી વિષયક કુલ ૩૪૮ દબાણો દુર કરી ૭,૧૪,૦પ૩ ચો.મી.જમીન ખુલ્લી કરવવામાં આવી.
વર્ષ ર૦ર૪માં શહેરી વિસ્તારમાં બીનખેતી વિષયક કુલ પ૩ દબાણકારોનું ર,૯૮,૧૦૮ ચો.મી. સરકારી જમીન પરનું બિન અધિકૃત દબાણ દુર કરવામાં આવ્યું. રાજકોટના કોઠારીયા ગામે ચેકડેમ પાસે ૧ર૦૦ ચો.મી.દબાણ દુર કરી વોટર બોડી વિષયક દબાણ દુર કર્યુ. વર્ષ ર૦ર૪માં રાજકોટ જીલ્લામાં બીનઅધિકૃત રોડ રસ્તાના કુલ ૬૭ દબાણકારોનું ૧ર,૦૦૦ ચો.મી.જમીનનું દબાણ દુર કરવામાં આવ્યું હતું.
(3:03 PM IST)










