News of Wednesday, 19th March 2025
વકીલો - સી.એ. - ટેક્ષ કન્સલટન્ટોમાં ઉમળકોઃ પૂ. જીગ્નેશદાદાના સંગાથે કૃષ્ણભકિતમાં લીન બનશે
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહનો જબરો માહોલ જામ્યો ચૈત્રી નવરાત્રી 30 માર્ચથી પ એપ્રિલ ર0રપ દરમ્યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે ગામે-ગામથી હજારો ભાવિકોનો અવિરત પ્રવાહ રહેશેઃ પવિત્ર 108 પોથીજીના દર્શન કરીને ધન્ય બનશે લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્ટી મંડળ-ટીમ વિરાટ-સફળ આયોજન કરવામાં વ્યસ્ત વિશાળ શોભાયાત્રામાં પણ વૈષ્ણવો-સનાતનીઓ-ભાવિકો-મહિલા મંડળના બહેનો ઉત્સાહપૂર્વક જોડાઇને પવિત્ર પોથીજીને વ્યાસપીઠ સુધી લઇ જશેઃ ડ્રેસકોડ અને ધજા સાથે યુવાનોની બાઇક રેલી તથા વિવિધ ગાડીઓનો કાફલો સૌ કોઇનું ધ્યાન ખેંચશે

રાજકોટ, તા.19: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘ રાજકોટ લોહાણા મહાજન' દ્વારા સોશ્યલ મિડીયા ઉપર લાખો ફોલોઅર્સ ધરાવતા સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદાના વ્યાસાસને ચૈત્રી નવરાત્રી 30 માર્ચ થી પ એપ્રિલ, ર0રપ દરમ્યાન રેસકોર્ષ મેદાન, રાજકોટ ખાતે 108 શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ધાર્મિક-આધ્યાત્મીક-દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેનો હાલમાં જબરો માહોલ જોવા મળી રહ્યો છે. ગામે-ગામથી હજારો ભાવિકોનો અવિરત પ્રવાહ રેસકોર્ષ મેદાન તરફ જોવા મળશે અને તમામ ભાવિકો પવિત્ર 108 પોથીજીના દર્શન કરીને ધન્ય બનશે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર ભાગવત સપ્તાહમાં વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને ટેક્ષ કન્સલટન્ટો ઉમળકાભેર જોડાશે અને કૃષ્ણભકિતમાં લીન બનશે. ભાગવત સપ્તાહમાં તમામ સમાજના વધારેમાં વધારે લોકો જોડાઇને પૂણ્યનું ભાથું બાંધી શકે તે માટે રાજકોટના અગ્રણી વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, ટેક્ષ કન્સલટન્ટોની મિટીંગ કેશરીયા લોહાણા મહાજન વાડી, કાલાવડ રોડ, રાજકોટ ખાતે મળી હતી, જેમાં પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહને યાદગાર બનાવવા માટે તન, મન, ધનથી પૂરતુ યોગદાન આપવાનો નિર્ણય ઉપસ્થિત મહાનુભાવોએ એક જ અવાજે કર્યો હતો.
વિશ્વના લાખો લોકો દરરોજ શ્રીમદ્ ભાગવત સપ્તાહને ‘‘અકિલા લાઇવ''ના માધ્યમથી ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે સુચારૂં આયોજન કરવામાં આવી રહ્યું છે.
સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હૂંફ મળી રહ્યા છે.
ભાગવત સપ્તાહના પ્રથમ દિવસ તા. 30 માર્ચ, ર0રપના રોજ બપોરે રાજકોટના વિરાણી ચોકથી વિશાળ શોભાયાત્રા નિકળશે જેમાં હજારો વૈષ્ણવો-સનાતનીઓ ભાવિકો-મહિલા મંડળના બહેનો ઉત્સાહપૂર્વક જોડાશે અને પવિત્ર પોથીજીને રેસકોર્ષ મેદાન ખાતે વાજતે-ગાજતે વ્યાસપીઠ સુધી લઇ જશે. શોભાયાત્રા દરમ્યાન આકર્ષક ડ્રેસકોડ અને ધજા સાથે યુવાનોની બાઇક રેલી તથા વિવિધ, ગાડીઓનો કાફલો સૌ કોઇનું ધ્યાન ખેંચશે. બાઇક રેલીમાં જોડાવવા માટે નોંધણી પણ થઇ રહી છે. રાજકોટ લોહાણા મહાજન ઓફીસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભગવાની ગોલા પાસે, કાલાવડ રોડ, રાજકોટ (મો. નં. 9પ377 11774) ખાતે પોથીજી તથા બાઇક રેલી માટે નામ નોંધાવી શકાય છે.
વકીલો, સી.એ., ટેક્ષ કન્સલટન્ટોની મિટીંગમાં રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇએ રાજકોટ લોહાણા મહાજનની વિવિધ સામાજીક, સેવાકીય, ધાર્મિક, સાંસ્કૃતિક, તબીબી, શૈક્ષણિક, રોજગારલક્ષી પ્રવૃતિઓની માહિતી આપી હતી. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાતિ ઉત્કર્ષ-સમાજ ઉત્કર્ષ સંદર્ભે એક સીમાચિન્હરૂપ બની રહેશે તેવો વિશ્વાસ પણ બંનેએ વ્યકત કર્યો હતો. મિટીંગનું સફળતાપૂર્વક સંચાલન રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી એડવોકેટ શ્રી મનિષભાઇ ખખ્ખરે કર્યું હતું.
મિટીંગમાં રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો-ટ્રસ્ટીઓ શ્રી રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, શ્રી ધવલભાઇ કારીયા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, શ્રી હિરેનભાઇ ખખ્ખર, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રી ધવલભાઇ ખખ્ખર ઉપરાંત અગ્રણી વકીલો, સી.એ., ટેક્ષ કન્સલટન્ટો શ્રી હિંમતલાલભાઇ સાયાણી, જયભારત ધામેચા, નવીનભાઇ આહ્યા, રીતેષભાઇ કોટેચા, દિવ્યેશભાઇ છગ, વિશાલભાઇ કોટેચા, અશ્વિનભાઇ પોપટ, દિલીપભાઇ ચતવાણી, પ્રફુલભાઇ વસાણી, ચિરાગભાઇ છગ, સમીરભાઇ ઠકરાર, મીનલબેન સોનપાલ, બીનલબેન રવેશીયા, વૈશાલીબેન વિઠ્ઠલાણી, આસીતભાઇ સોનપાલ, અમીતભાઇ ભગત, જતીનભાઇ ઠક્કર, રાજનભાઇ કોટેચા, વિવેકભાઇ ધનેશા, મીતભાઇ સોમૈયા, યશભાઇ ભીંડોરા, અમીતભાઇ દાવડા, રાજદીપભાઇ દાસાણી, નરેન્દ્રભાઇ અનડકટ, મુનીશભાઇ સોનપાલ, મનિષભાઇ કોટક, યશભાઇ ચોલેરા, સંકેતનભાઇ વસાણી, કપીલભાઇ કોટેચા, નિકુંજભાઇ ગણાત્રા, જયભાઇ વણઝારા, વશાલભાઇ કોટેચા, વિષ્ણુભાઇ બુધ્ધદેવ, પ્રિયંકશભાઇ સોમૈયા, પ્રકાશભાઇ ખંધેડીયા, ધવલભાઇ રાચ્છ, શુભમભાઇ ગણાત્રા, પ્રિતભાઇ બુધ્ધદેવ, આકાશભાઇ ઠકરાર, રાજભાઇ રૂપારેલ, તુષારભાઇ સેજપાલ, દિલીપભાઇ ગણાત્રા, અશોકભાઇ ગણાત્રા, સંજયભાઇ મીરાણી, કૃણાલભાઇ ખખ્ખર, હિરેનભાઇ પાઉં, પ્રફુલભાઇ પુજારા, અંકીતભાઇ લાલ, કેયુરભાઇ ભુપતાણી, રાજુભાઇ ખીરૈયા, ધર્માંગભાઇ વિરાણી, કિશનભાઇ ઠકકર, ભૂપેન્દ્રભાઇ કોટક, દીપકભાઇ પુજારા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે.
શ્રીમદ ભાગવત સપ્તાહના ભવ્ય- દિવ્ય- અલોૈકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રીધવલભાઇ કારીયા, ટ્રસ્ટ્રીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્ખર એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શેૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, ડો. જનકભાઇ ઠક્કર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્ડોચા, ધવલભાઇ ખખ્ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતી અલ્કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતી ભાવિનીબેન ખખ્ખર, શ્રીમતી સીમાબેન રાજદેવ, લોહાણા મહાજનવાડી એડમિનિસ્ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ - દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશ્વર ચાંદ્રાણી, મૌલીકભાઇ ચાંદ્રાણી, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.
રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં
પૂ. જીગ્નેશદાદાની દિવ્યવાણીનો અચૂક લાભ લો
જૈન સમાજના અગ્રણીઓ મુકેશભાઇ શેઠ અને હરેશભાઇ વોરાની સમાજલક્ષી જાહેર અપીલઃ ધન્ય અવસર
રાજકોટ તા. 19: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘‘રાજકોટ લોહાણા મહાજન'' દ્વારા ચૈત્રી નવરાત્રી 30 માર્ચથી પ એપ્રિલ ર0રપ દરમ્યાન રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધેના વ્યાસાસને 108 પવિત્ર પોથીજી સાથે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય-દિવ્ય-જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
આધ્યાત્મીકતા સાથેના પવિત્ર વાતાવરણમાં કૃષ્ણમય બનીને પૂ. જીગ્નેશદાદાની દિવ્ય વાણીનો તમામ સમાજના ભાવિકોને અચૂક લાભ લેવા રાજકોટ જૈન સમાજના અગ્રણી અને ટોચના બિલ્ડર શ્રી મુકેશભાઇ શેઠ તથા શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના પ્રમુખ શ્રી હરેશભાઇ વોરાએ સમાજલક્ષી જાહેર અપીલ કરી છે.
શ્રી કૃષ્ણ ભગવાનની અનન્ય ભકિત કરવાનો ધન્ય અવસર રાજકોટના આંગણે આવ્યો છે ત્યારે તમામ વૈષ્ણવો, ભાવિકો, સનાતનીઓ અને સર્વે સમાજના લોકો પૂણ્યનું ભાથું બાંધીને ઇશ્વરને યાદ કરશે, ઇશ્વર ભકિતમાં લીન બનીને ધન્યતા અનુભવશે તેવું પણ શ્રી મુકેશભાઇ શેઠ અને શ્રી હરેશભાઇ વોરાએ જણાવ્યું હતું.
પવિત્ર-અલૌકીક ભાગવત સપ્તાહમાં પોથીજીની નોંધણી
માટે ભારે ઉત્સાહઃ જુજ પોથીજી બાકીઃ જલ્દી કરો
રાજકોટ લોહાણા મહાજન આયોજીત પૂ. જીગ્નેશદાદા રાધે રાધેની ભાગવત સપ્તાહમાં પવિત્ર 108 પોથીજીની નોંધણી માટે ભારે ધસારો થઇ રહ્યો છે. વહેલા તે પહેલાના ધોરણે જુજ પોથીજી નોંધાવાની બાકી છે જે માટે મો. 95377 11774 ઉપર નોંધણી કરાવી શકાય છે. પિતૃઓનાં મોક્ષાર્થે અને તેઓના આત્માની શાંતિ માટે યોજાનાર 108 શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં પિતૃઓનો ફોટો અને છેડાછેડી સિવાયની તમામ સામગ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા પુરી પાડવામાં આવનાર છે.
(4:04 PM IST)










