<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th March 2025

સફાઇ કામદારની પ્રમાણિકતા : રોકડ -ડોકયુમેન્‍ટ સાથેનું પર્સ પરત કર્યુ

રાજકોટઃ મહાનગરપાલિકામાં વોર્ડ 17(અ)માં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા હરીશ ભરતભાઈ વાઘેલા ને અજાણ્‍યા વ્‍યક્‍તિનું પર્સ મળતા મૂળ માલિકનો સંપર્ક કરી યોગ્‍ય ખાતરી કરી પર્સ પરત કરેલ.

તા.18/03/2025ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારી  હરીશ વાઘેલાને કોઈ અજાણ્‍યા વ્‍યક્‍તિનું પાકીટ (પર્સ) મળેલ, પાકીટમાં રાખેલ મોબાઈલ નંબરને આધારે સંપર્ક કરતા પાકીટ કાળીપાટ ગામમાં રહેતા ભરતભાઈ જે. મકવાણાનું હોવાનું જણાતા, તેઓને વોર્ડ ઓફિસ ખાતે બોલાવી, યોગ્‍ય ખરાઇ કરી પાકીટમાં રહેલ રોકડ રકમ રૂપિયા 17,000/- અને  ઓરીજનલ ડોકયુમેન્‍ટસ, ડેબિટ ક્રેડિટ કાર્ડ સહિત પાકીટ પરત કરેલ, પાકીટના માલિક ભરતભાઈ જે. મકવાણાએ સફાઈ કર્મચારી હરીશભાઈ ભરતભાઈ વાઘેલાની ઈમાનદારીને બિરદાવતા અભિવાદન કરેલ.(9.ર9)

(4:26 PM IST)