<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd March 2025

રાજકોટ પોલીસે ૨૦ ગુનામાં કબ્‍જે કરેલા ૩૪.૫૪ લાખના માદક પદાર્થોનો નાશ કરવામાં આવ્‍યો

કચ્‍છ ખાતેની સરકાર માન્‍ય કંપનીમાં ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી ભરત બસીયા, પીઆઇ સંજયસિંહ જાડેજાની હાજરીમાં કાર્યવાહી

રાજકોટઃ શહેર પોલીસના અલગ અલગ પોલીસ સ્‍ટેશનો, બ્રાંચો જેમ કે એસઓજી, ક્રાઇમ બ્રાંચ, પીસીબી, એલસીબી દ્વારા માદક પદાર્થના ગુના શોધી કાઢી જે મુદ્દામાલ કબ્‍જે કરવામાં આવે છે તેનો વર્ષના અંતે નાશ કરવામાં આવતો હોય છે. શહેરના અલગ અલગ પોલીસ સ્‍ટેશનોમાં અને બ્રાંચોમાં દાખલ થયેલા આવા ૨૦ એનડીપીએસના ગુનાઓમાં કબ્‍જે થયેલો રૂા. ૩૪,૫૪,૪૯૨ની કિંમતના અલગ અલગ માદક પદાર્થનો આજે નાશ કરવામાં આવ્‍યો હતો. જેમાં ગાંજો, મેફેડ્રોન ડ્રગ્‍સ, હેરોઇન, બ્રાઉન સ્‍યુગર, એમફેટામીન સહિતના નશીલા દ્રવ્‍યો સામેલ હતાં. આ પદાર્થનો નાશ સરકાર માન્‍ય કચ્‍છ ખાતે આવેલી સોરાષ્‍ટ્ર એન્‍વાયરો પ્રોજેક્‍ટ નામની કંપની ખાતે કરાયો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ઝોન-૧ સજ્જનસિંહ પરમાર, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજાની હાજરીમાં પંચોની હાજરીમાં આ પદાર્થોનો નાશ કરાયો હતો. (૧૪.૧૦)

(2:39 PM IST)