News of Saturday, 22nd March 2025
વાંકાનેર સોસાયટીમાં ફિરોઝની ૧૨ ઓરડીમાં ગેરકાયદે વિજળી વપરાતી હતીઃ કનેક્શન કટ
ગાંધીગ્રામ પીઆઇ એસ. આર. મેઘાણી અને પીજીવીસીએલની કામગીરી

રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારોમાં રહેતાં અસામાજીક તત્વોના ઘરે પોલીસે તપાસ કરી હતી. જેમાં જામનગર રોડ વાંકાનેર સોસાયટી-૩માં રહેતી બિલ્કીશ યાકુબ મોટાણીના ભાઇ ફિરોઝ ઉર્ફ આદીલ હનીફભાઇ સોઢાની ૧૨ ઓરડીઓમાં ગેરકાયદે વિજકનેકશનથી વિજળી વપરાતી હોઇ તેનું કનેક્શન કટ કરાવાયુ હતું અને જાહેરનામા ભંગના બે ગુના નોંધાયા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમ તથા પીજીવીસીએલના ડે. એન્જીનીયર કલ્પેશ કાનણી સહિતે આ કાર્યવાહી કરી હતી
(3:00 PM IST)










