News of Saturday, 22nd March 2025
કાલે નિઃશૂલ્ક સર્વરોગ આયુર્વેદ-હોમિયોપથી નિદાન કેમ્પ
ડો.હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિના ઉપક્રમે રંગ ઉપવન સોસાયટીના યુવાનોનું પ્રેરણાદાયક કાર્ય ૨૩ માર્ચ શહિદદિન નિમિતે સવારે ૧૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી રંગનાથ મહાદેવ મંદિર સત્સંગ ભવન ખાતે આયોજનઃ કેમ્પમાં સિવિલ હોસ્પિટલના ડો. જયોતિબેન સોઢા અને ડો.રાજેશભાઇ ગઢિયા સહિતના તબીબો સેવા આપશે

રાજકોટ,તા.૨૨: દેશની સ્વતંત્રતા અને સમુદ્ધિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની દેશભકિતોને શ્રધ્ધાંજલિ આપવામાટે ૨૩ માર્ચ શહિદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ડો.હેડગેવાર જન્શતાબ્દી સેવા સમિતિના ઉપક્રમે રંગઉપવનના યુવા ગુપ દ્વારા વિના મૂલ્યે સર્વરોગ આયુર્વેદ અને હોમિયોપથી નિદાન કેમ્પનું આવતીકાલે તા.૨૩ માર્ચ રવિવારના સવારે ૧૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી રંગનાથ મહાદેવ મંદિર સત્સંગ ભવન, રંગઉપવન સોસાયટી, હનુમાન મઢી પાસે, રૈયારોડ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે.
આ કેમ્પમાં ડો.રાજેશભાઇ ગઢીયા (સરકારી આયુર્વેદ દવાખાનું સીવીલ હોસ્પિટલ, રાજકોટ), અને ડો.જયોતિબેન સોઢા-(સરકારી હોમિયોપથી દવાખાનું સીવીલ હોસ્પિટલ, રાજકોટ) સહિતના નિષ્ણાંત તબીબો સેવા આપશે. આ કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે તપાસ તેમજ ૭ દિવસની આયુર્વેદ તેમજ હોમિયોપથી દવાઓ નિઃશૂલ્ક આપવામાં આવશે
(3:20 PM IST)










