તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Saturday, 22nd March 2025
ઝોન-રમાં દસ્તાવેજ એપોઇન્ટમેન્ટના સ્લોટ ખોલી આપોઃ યુ.કે.એડવોકેટસ ગૃપ
રજાના દિવસે પણ કચેરી ચાલુ રાખો, સમય મર્યાદા વધારો

રાજકોટઃ ઝોન-રમાં દસ્તાવેજ એપોઇન્ટમેન્ટના સ્લોટ ખાલી આપવા યુ.કે.એડવોકેટસ ગૃપ દ્વારા મુખ્ય સબરજીસ્ટ્રારશ્રીને રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે અમો સામા કાંઠા વિસ્તારમાં વકિલાત કરતા એડવોકેટસ મિત્રો છીએ. માર્ચ એન્ડીંગનો સમય ચાલી રહેલ છે. અને તા.૧/૪/રપ થી જંત્રી વધારાની અપેક્ષાને ધ્યાને લઇ અને ઝોન-રમાં તા.૩૧/૩/રપ સુધીના તમામ દસ્તાવેજની એપોઇન્ટમેન્ટના સ્લોટ પેક(ભરાઇ) ગયેલ છે. અને હજુ અમારા ઘણાં અરજદારોને દસ્તાવેજ માર્ચ એન્ડ પહેલા કરવા ખુબજ જરૂરી હોય પરંતુ એપોઇન્ટમેન્ટ મળી શકે તેમ ન હોય તેથી ઘણી મુશ્કેલ પરિસ્થિતીમાં મુકાઇ ગયેલ છે, નાણાકીય વર્ષ પુર્ણ થતુ હોય જેને ધ્યાને લઇ જે લોકોને પોતાના નાંણાકીય વહીવટ તથા હિસાબો કલીયર કરવાના ભાગરૂપે માર્ચ મહીનામાં જ દસ્તાવેજ નોંધાવવો જરૂરી હોય તે લોકો હાલ અમોને રૂબરૂ રજુઆતો કરે છે. જેને ધ્યાને લઇ તા.૩૧ માર્ચ પહેલા દરેક દસ્તાવેજ નોંધાવવા ઇચ્છુક અરજદારને દસ્તાવેજની એપોઇન્ટમેન્ટ મળી રહે તેવા શુભ હેતુથી રજાઓના દિવસે કચેરી ચાલુ રાખી તથા સમય મર્યાદા વધારી તથા બે સ્લોટની વચ્ચે એક એક દસ્તાવેજનો સ્લોટ ઉમેરી યોગ્ય કરવા અંતમાં જણાવાયું છે.
(3:22 PM IST)










