News of Monday, 24th March 2025
હેમાંગ નથવાણી પ્રતિષ્ઠિત એવોર્ડથી વિભૂષિત થયા
ગોલ્ડ મેડલની સિદ્ધિ પછી ટૂંકા ગાળામાં વધુ એક સિદ્ધિ..ખુશી અપરંપાર

રાજકોટ તા. ર૪: તાજેતરમાં જેમને સૌરાષ્ટ્ યુનિ.દ્વારા આર્કિટેક , ઇન્ટીરિયર, લેન્ડ સ્ક્રેપ લેવલની શ્રેષ્ઠતા બદલ ગોલ્ડ મેડલ મેળવનાર યુવા આર્કિટેક હેમાંગ દીપકભાઈ નથવાણીનું લિડીગ આર્કિટેક્ટ ઓફ ગુજરાત એવોર્ડ દ્વારા ગ્રહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આપવામાં આવતા વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા આ પ્રતિભા પર રઘુવંશી સમાજ આફ્રિન પોકારી ઊઠયો છે.
પ્રતિભાશાળી ગોલ્ડ મેડલિસ્ટ આર્કિટેક્ટ હેમાંગ નથવાણીને તેમના આર્કિટેક્ચર, ઇન્ટિરિયર ડિઝાઇન અને લેન્ડસ્કેપ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે માન્ય એવોર્ડ મળ્યો છે. હેમાંગ દિપકભાઇ નથવાણીના કાર્યમાં સતત નવીનતા, ગુણવત્તા અને શ્રેષ્ઠતા જોવા મળે છે. તેમણે અનેક પ્રોજેક્ટોમાં શ્રેષ્ઠ ડિઝાઇન, સાવચેતીથી વિચારેલી જગ્યા અને સામાજિક સંજોગોનો ધ્યાન રાખીને અનોખું કાર્ય કર્યું છે.
વિશેષ એ છે કે, હેમાંગ નથવાણીના પિતા, આકાર એસોસિએટ્સના સ્થાપક, જેમણે ૩૩ વર્ષથી આ ક્ષેત્રમાં ૩૫૦૦ જેટલા પ્રોજેક્ટ્સ પૂર્ણ કરી અને તેમનો અમૂલ્ય અનુભવ અને માર્ગદર્શન આપીને હેમાંગ નથવાણીની કારકિર્દીનું માર્ગદર્શન કર્યું છે. તેમના પિતાનું અનુભવ અને માર્ગદર્શન હેમાંગ માટે પ્રેરણા બની છે.
લોહાણા સમાજના પાયાના પત્થર જેવા છબિલભાઈ નથવાણી અને હેમાંગનાં દાદાપણ એક યુગમાં બિલ્ડિંગ ડ્રોઈંગ વિગેરે કાર્યમાં ખૂબ માંસ્ટરી ધરવતા હતા. (૭.૧૭)
(10:12 AM IST)










