<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

ખાનગી હોસ્‍પિટલના રેડીયોલોજીસ્‍ટ કર્મચારી અમદાવાદના અરૂણકુમાર સેલ્‍વરાજનું ન્‍યારી ડેમમાં પડી જવાથી મોત

અમદાવાદ સ્‍ટર્લિંગમાંથી રાજકોટ સ્‍ટર્લિંગમાં ચાર દિવસથી ડેપ્‍યુટેશન પર નોકરી કરવા આવ્‍યો હતોઃ ૨૬ વર્ષિય યુવાન મુળ તામિલનાડુનો વતનીઃ મૃતદેહ હવાઇ માર્ગે વતન લઇ જવામાં આવ્‍યો

રાજકોટ તા. ૨૪: શહેરના ન્‍યારી ડેમમાં રવિવારે અમદાવાદના અને હાલ સ્‍ટર્લિંગ હોસ્‍પિટલમાં રેડિયોલોજીસ્‍ટ તરીકે નોકરી કરતાં યુવાનનું ન્‍યારી ડેમમાં પડી જતાં મોત નિપજ્‍યું છે. અમદાવાદ સ્‍ટર્લિંગમાં નોકરી કરતો આ યુવાન ચારેક દિવસ પહેલા ડપ્‍યુટેશન પર રાજકોટની હોસ્‍પિટલમાં આવ્‍યો હતો. રવિવારે રજા હોઇ ન્‍યારી ડેમે આટો મારવા ગયો ત્‍યારે લપસી પડતાં બનાવ બન્‍યાની શક્‍યતા પરિવારજનોએ જણાવી હતી. પોલીસે આ અંગે વિશેષ તપાસ યથાવત રાખી છે.

જાણવા મળ્‍યા મુજબ ન્‍યારી ડેમમાં સાંજે સાડા સાતેક વાગ્‍યે એક યુવાનની લાશ તરતી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના તરવૈયાઓએ પહોંચી બહાર કાઢી હતી. ૧૦૮ના ઇએમટી કવિતાબેને તેને મૃત જાહેર કરતાં તાલુકા પોીસ સ્‍ટેશનના એએસઆઇ જી. કે. પરમાર સહિતે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. મૃતક યુવાન પાસેથી સ્‍ટર્લિંગ હોસ્‍પિટલનું આઇકાર્ડ મળતાં તેના આધારે તપાસ શરૂ થતાં આ યુવાન અમદાવાદ રહેતો અને હાલ રાજકોટ સ્‍ટર્લિંગમાં રેડિયોલોજીસ્‍ટ વિભાગમાં નોકરી કરતો અરૂણકુમાર સેલ્‍વરાજ (ઉ.વ.૨૬) હોવાનું ખુલ્‍યું હતું.

આ યુવાન મુળ તામિલનાડુનો હતો અને અમદાવાદ સ્‍ટર્લિંગમાં રેડિયોલોજીસ્‍ટ વિભાગમાં ફરજ બજાવતો હતો. રાજકોટ હોસ્‍પિટલના ડેપ્‍યુટેશન પર નોકરી માટે ચારેક દિવસ પહેલા આવ્‍યો હતો. પગ લપસી જતાં ન્‍યારી ડેમમાં પડી ગયાની શક્‍યતા જણાવાઇ હતી. તેના મૃતદેહને હવાઇ માર્ગે તમિલનાડુ લઇ જવા તજવીજ થઇ હતી. મૃતકના પરિવારજનોના અને હોસ્‍પિટલ સ્‍ટાફના નિવેદન પોલીસ અંતિમવિધી બાદ નોંધશે. 

મેટોડામાં મનિષા ખરાએ ઘર પાસે ફિનાઇલ પીધું

મેટોડા જીઆઇડીસી ભરવાડપરા પાસે રહેતી મનિષાબેન ધવલ ખરા (ઉ.વ.૨૩) સાંજે ઘર પાસે ફિનાઇલ પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, કાનભાઇ, તોૈફિકભાઇએ મેટોડા પોલીસને જાણ કરી હતી. જો કે ટુંકી સારવાર બાદ રજા લીધી હતી.

(2:10 PM IST)