<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

પૂ. જીગ્નેશદાદાની ભાગવત સપ્તાહઃ વિશાળ સંખ્‍યામાં નારીશકિત બહેનો કૃષ્‍ણભકિત કરશે

રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્તાહમાં ભાવિકોનો મહાસાગર હશેઃ રાધે રાધે : ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે લાખો વૈષ્‍ણવો-સનાતનીઓ ૧૦૮ પવિત્ર પોથીજીના દર્શનનો અમુલ્‍ય લ્‍હાવો લેશેઃ આધ્‍યાત્‍મીકતાનો અનેરો ધાર્મિક ઉત્‍સવ : દરરોજ બપોરે ૩ વાગ્‍યાથી સાંજે ૭ વાગ્‍યા સુધી કથાવાંચન બાદ હજ્‍જારો ભાવિકો મહાપ્રસાદ લેશે : શોભાયાત્રા, પોથીજીનું સ્‍થાપન, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહિતના તમામ ઉત્‍સવો ભારે ધામધુમથી ઉજવાશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ ઐતિહાસિક આયોજન કરવા કટીબધ્‍ધ

રાજકોટ, તા. ર૪: વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા પિતૃઓના મોક્ષાર્થે અને તેઓના આત્‍માની શાંતિ માટે વિશ્વ વિખ્‍યાત ભાગવતાચાર્ય પૂ. જીગ્નેદાદાના વ્‍યાસાસને યોજાનાર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહમાં વિવિધ મહિલા મંડળોના નારીશકિત બહેનો વિશાળ સંખ્‍યામાં હાજર રહી કૃષ્‍ણ ભકિત કરશે. સર્વત્ર રાધે રાધેના નાદ સાથે ભાવિકોના મહાસાગર જોવા મળશે. રાજકોટના વિવિધ મહિલા મંડળોના હોદેદારો-સભ્‍યો-સમાજના નારીશકિત બહેનોની એક મિટીંગ મળી હતી, જેમાં વિશાળ સંખ્‍યામાં હાજર રહેલ બહેનોએ પવિત્ર શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ સંદર્ભે ભારે ઉત્‍સાહ દાખવ્‍યો હતો.

અકિલા પરિવારના મોભી, જ્ઞાતિ શ્રેષ્‍ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના સહયોગ અને માર્ગદર્શન હેઠળ યોજાનાર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ ચૈત્રી નવરાત્રી તા. ૩૦ માર્ચથી પ એપ્રિલ, ર૦રપ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે યોજાશે, જેમાં લાખો ભાવિકો-વૈષ્‍ણવો-સનાતનીઓ આધ્‍યાત્‍મિકતાના આ અનેરા ધાર્મિક ઉત્‍સવમાં ૧૦૮ પવિત્ર પોથીજીના દર્શનનો અમુલ્‍ય લ્‍હાવો લેશે. દરરોજ કથા વિરામ બાદ હજજારો ભાવિકો મહાપ્રસાદ લેશે. કથાનો સમય બપોરે ૩ થી સાંજે ૭ વાગ્‍યા સુધીનો રહેશે. પોથીજીનું સ્‍થાપન, કૃષ્‍ણ જન્‍મોત્‍સવ સહિતનાં તમામ ઉત્‍સવો ભારે ધામધુમથી ઉજવાશે.

સમગ્ર વિશ્વના લાખો લોકો પવિત્ર શ્રીમદ્‌ ભાગવત સપ્તાહને દરરોજ ઘરબેઠા સાંભળી-નિહાળી શકે તે માટે ‘અકિલા લાઇવ' દ્વારા બેનમુન આયોજન કરવામાં આવી રહયું છે.

સમગ્ર ભાગવત સપ્તાહને અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના તંત્રી શ્રી નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ-સહકાર-હુંફ મળી રહયા છે.

રાજકોટના તમામ મહિલા મંડળોના હોદેદારો-સભ્‍યો-સમાજના નારીશકિત બહેનોની મિટીંગમાં જાજરમાન-અલૌકીક કથાના આયોજનમાં પુરતો સહકાર આપવા હાજર રહેલ સૌકોઇએ અનેરો ઉત્‍સાહ પ્રગટ કર્યો હતો. મિટીંગમાં સૌકોઇ ઉમળકાભેર જોડાયા હતા. મિટીંગની શરૂઆતમાં ઉપસ્‍થિત સૌ મહાનુભાવોનું ઉત્‍કર્ષ કલબની સભ્‍ય દિકરી ક્રિશા શીંગાળાએ કુમ કુમ તિલકથી સ્‍વાગત કર્યુ હતું. પૂ. જીગ્નેશદાદાની કૃષ્‍ણ ભકિત સંદર્ભે ભાગવત કથા હોય, મિટીંગ-કાર્યક્રમની શરૂઆત શ્રી કૃષ્‍ણ ભગવાનની પ્રાર્થનારૂપે કુ. રીયા લાલ દ્વારા કલાસીકલ નૃત્‍ય રજુ કરવામાં આવ્‍યું હતું, જેમાં તમામ શ્રોતાઓ પવિત્ર-ધાર્મિક વાતાવરણમાં મંત્રમુગ્‍ધ બની ગયા હતા. કાર્યક્રમ દરમ્‍યાન રાજકોટ લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇનું રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્‍ટીઓ શ્રીમતી રીટાબેન કોટક, રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, ડો. શ્રીમતિ કૃપાબેન ઠકકર વિગેરે દ્વારા સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મહાજન મંત્રી શ્રીમતિ રીટાબેન કોટકે કરેલ તથા  કાર્યક્રમને સફળ બનાવવા શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ મનિષાબેન પારેખ વિગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

 નારી શકિત બહેનોના કાર્યક્રમમાં શ્રીમતિ સ્‍નેહાબેન પોબારૂ, ડો. શ્રીમતિ નિશિતાબેન ચોટાઇ, શ્રીમતિ રીટાબેન પુજારા, વિણાબેન પાંધી, શ્રીમતિ કાશ્‍મીરાબેન નથવાણી, શ્રીમતિ રીટાબેન કોટક, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્‍ખર, શ્રીમતિ અલ્‍પાબેન બચ્‍છા, ડો. શ્રીમતિ કૃપાબેન ઠકકર, શ્રીમતિ રત્‍નાબેન સેજપાલ, ડો. ભાવનાબેન શીંગાળા, મીનાબેન જસાણી, જશુમતીબેન વસાણી, અલ્‍કાબેન લાલ, રશ્‍મિબેન પજવાણી, મનિષાબેન પારેખ, નયનાબેન પાંધી, બિંદીયાબેન અમલાણી, હીનાબેન પોપટ, બિંદુબેન ચાંદ્રાણી, રોનકબેન પારેખ, જીતાબેન દતાણી, બીનાબેન રઘુવંશી, માધવીબેન રાજાણી, જાગૃીતબેન ખીમાણી, હેમાબેન કક્કડ, રંજનબેન કોકટ, મીતલબેન ચગ, હરીતાબેન ચંદારાણા, અંજનાબેન હિંડોચા, અનિતાબેન કેસરીયા, હીનાબેન બગડાઇ, ધર્મિષ્‍ઠાબેન બદીયાણી, માનસીબેન શીંગાળા, વિદીતાબેન તન્ના, કરૂણાબેન સોમૈયા, સોનલબેન પુજારા, રૂપલબેન, હેતલબેન સેજપાલ, વૈશાલીબેન મોટલા, મનિષાબેન કુંડલીયા, ચંદ્રીકાબેન ચાંગેલા, ઇલાબેન ત્રિવેદી, મંજુબેન પટેલ વિગેરે ઉપસ્‍થિત રહયા હતા જે તસ્‍વીરમાં નજરે પડે છે. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતનું ટ્રસ્‍ટી મંડળ-ટીમ ભાગવત સપ્તાહનું ઐતિહાસિક આયોજન કરવા કટીબધ્‍ધ બન્‍યા છે.

 શ્રીમદ્‌ ભાગવત સપ્તાહના ભવ્‍ય-દિવ્‍ય-અલૌકીક આયોજનને સફળ બનાવવા રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્‍ટીઓ શ્રી જીતુભાઇ ચંદારાણા, કિશોરભાઇ કોટક, હરીશભાઇ લાખાણી, એડવોકેટ શ્‍યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શૈલેષભાઇ પાબારી, દિનેશભાઇ બવારીયા, એડવોકેટ મનિષભાઇ ખખ્‍ખર, ડો. જનકભાઇ ઠકકર, મુકેશભાઇ પાબારી, ડો. ભાવેશભાઇ સચદે, ડો. ચેતનભાઇ હિન્‍ડોચા, ધવલભાઇ ખખ્‍ખર, શ્રીમતિ રીટાબેન કુંડલીયા, શ્રીમતિ અલ્‍પાબેન બરછા, શ્રીમતિ અલ્‍કાબેન પુજારા, શ્રીમતિ નિકીતાબેન નથવાણી, ડો. કૃપાબેન ઠકકર, શ્રીમતિ ભાવિકાબેન ખખ્‍ખર, શ્રીમતિ સીમાબેન રાજદેવ, લોહાણા મહાજન વાડી એડમિનિસ્‍ટ્રેટર શ્રી હિતેનભાઇ પારેખ-દક્ષિણી, પિયુષભાઇ ગોકાણી, વિમલભાઇ લાખાણી, ભુવનેશભાઇ ચાંદ્રાણી, મૌલિકભાઇ ચાંદ્રાણા, ચેતનભાઇ દેવાણી, જીગરભાઇ વિઠ્ઠલાણી, પરેશભાઇ તન્ના, નવદીપભાઇ દતાણી, ભાવિકભાઇ એરડા, દર્શિતભાઇ ચૌહાણ, નિલેશભાઇ ગોંડલીયા, હિતેષભાઇ અનડકટ, જયેશભાઇ કક્કડ, ભાવેશભાઇ રૂપારેલીયા, શુભમભાઇ રઘુરા, ભાવિકભાઇ પોપટ, અભયભાઇ પોપટ, કિરીટભાઇ કેશરીયા, દીપભાઇ કોટેચા, કપિલભાઇ ગણાત્રા, નિલેશભાઇ કોટેચા, પિયુષભાઇ અભાણી સહિતની સમગ્ર ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.

 રાજકોટ લોહાણા મહાજન આયોજીત ભાગવત સપ્‍તાહનો લ્‍હાવો લઇ ધાર્મિક-સત્‍કાર્યના સાક્ષી બનો

પાટીદાર સમાજના મોભી ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલની આધ્‍યાત્‍મિક -જાહેર અપીલ

રાજકોટ તા. ૨૪: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચ થી ૫ એપ્રિલ, ૨૦૨૫ દરમ્‍યાન રાજકોટના વિશાળ રેસકોર્ષ મેદાન ખાતે નાના-મોટા સોૈમાં અપાર લોહચાહના ધરાવનાર સુપ્રિસિધ્‍ધ ભાગવતાચાર્ય પૂ. જીગ્નેશદાદા રાધે રાધેના વ્‍યાસાસને ૧૦૮ પવિત્ર પોથીજી સાથે તમામ સમાજોના ભાવિકો માટે શ્રી મદ્‌ ભાગવત સપ્‍તાહનું ભવ્‍ય - અલોૈકીક આયોજન કરવામાં આવ્‍યું છે.

આ ઐતિહાસિક - ધાર્મિક સત્‍કાર્યના સાક્ષી બનીને કૃષ્‍ણભકિતમાં લીન બનવા તમામ સમાજોના ભાવિકોને સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના મોભી અગ્રણી પ્રસિધ્‍ધ ધાર્મિક સ્‍થળ ખોડલધામ પ્રમુખ શ્રી નરેશભાઇ પટેલે આધ્‍યાત્‍મિક જાહેર અપીલ કરી છે.

પવિત્ર ૧૦૮ શ્રીમદ્‌ ભાગવત સપ્‍તાહના શોભાયાત્રા, પોથીજીનું સ્‍થાપન શ્રીરામ જન્‍મોત્‍સવ, શ્રી કૃષ્‍ણજન્‍મોત્‍સવ, શ્રી વામન જન્‍મોત્‍સવ સહિતના તમામ  ઉત્‍સવોમાં જોડાઇને ઇશ્વરને યાદ કરીને  તેમની ભકિત કરવાનો અમૂલ્‍ય અવસર રાજકોટના આંગણે આવ્‍યો છે જેનો ચોકકસપણે લ્‍હાવો લેવો જોઇએ તેવું પણ શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું.

(11:41 AM IST)