News of Monday, 24th March 2025
પેડક રોડ વાસ્તવીક ગોૈરવ પથ કયારે બનશે? ફરી કામમાં વિલંબ
સામા કાંઠાના લોકોએ હજી રાહ જોવી પડશે ફેરફાર સાથે ટેન્ડર પ્રસિધ્ધ કરવા વિચારણાઃ ડિઝાઇનમાં ફેરફાર શકય નહીં બને

રાજકોટ : તા. ૨૪ શહેરમાં વિકાસની ગાડી પુરપાટ દોડાવવા તંત્રવાહકો દ્વારા સતત પ્રોજેકટ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના ઉપલા કાંઠાના પેડક રોડ વિકસાવવાનું સ્વપ્ન ફરીવાળા ગોટે ચડયું છે. રાજય સરકારના કમ્પ્લિીટ સ્ટ્રીટ ડેવલપેમન્ટ કન્સેપ્ટ હેઠળના પ્રોજેકટને ૩૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાની જાહેરાતને પણ એક વર્ષ પસાર થઇ થયું છે.
પેડક રોડનું કામ કયારે શરૂ થશે તે માટે કોઇ સમયગાળો પણ નિヘતિ નથી ત્યારે પ્રોજેકટના ટેન્ડરમાં જરૂરી ફેરફાર કરી ચાલુ માસ માર્ચ એન્ડમાં ફરી પ્રસિધ્ધ કરવા પણ વિચારણા થતી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ પ્રોજેકટની ગ્રાન્ટ રાજય સરકારમાંથી આવનાર હોવાથી ડીઝાઇનમાં કોઇ ફેરફાર કરવાનું પણ શકય નહી બને આગામી દિવસોમાં પદાધિકારીઓ અને અધિકારીઓની બેઠક મળી શકે છે અને આ સંયુકત બેઠકમાં નિર્ણય લેવાશે તેવા એંધાણ છે. હાલ તો ઉપલા કાંઠા વિસ્તારના લોકોએ પેડક રોડ ડેવલપમેન્ટ અંગે વધુ રાહ જોવી પડશે તે નકકી છે.
(3:51 PM IST)










