<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

જિલ્લા પંચાયતનું ૧૦૯૧.૬૪ કરોડનું બજેટ મંજુરઃ જનસુવિધા કેન્‍દ્ર શરૂ કરાશેઃ વિવિધ પ્રશ્‍નો અંગે વિપક્ષની તડાપીટ

મહિલા સભ્‍યોને વધુ ૧ લાખની ગ્રાન્‍ટઃ ગ્રામીણ ક્ષેત્રમાં દીકરીનો જન્‍મ થાય ત્‍યારે મમતાકીટ ભેટ : વિપક્ષ નેતા મનસુખ સાકરિયાએ તલાટીઓની હાજરી, ખેતીનો સર્વે, નવી બિલ્‍ડીંગ વગેરે બાબતે સવાલો ઉઠાવ્‍યા : જિલ્લાના ગામડાઓમાં સરકારી ખરાબા કે ગોચરની જમીન પર થયેલ દબાણનો સર્વે કરવા સામાન્‍ય સભામાં ઠરાવ

રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતામાં મળેલ જેમાં ઉપપ્રમુખ રાજુભાઇ ડાંગર, કારોબારી અધ્‍યક્ષ પી.જી. કયાડા, ડી.ડી.ઓ. અનંદુ સુરેશ ગોવિંદ, ડી.આર.ડી.એ. નિયામક એ.કે. વસ્‍તાણી, ડે. ડી.ડી.ઓ. જય ગોસ્‍વામી, ઇલાબેન ગોહિલ, પ્રિયંક ગલચર વગેરે હાજર રહયા હતા. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા

રાજકોટ તા.૨૪: જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા આજે સવારે પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઇ રંગાણીની અધ્‍યક્ષતામાં મળેલ જેમાં પંચાયતના નવા નાણાકીય વર્ષના ૧૦. ૯૧. ૬૪ કરોડના બજેટને બહાલી આપવામાં આવેલ સ્‍વભંડોળના રૂા. ૨૨ કરોડ સહિત બજેટનું કુલ કદ ૧૧૧૩.૬૪ કરોડ થાય છે. જિલ્લા પંચાયત કચેરી ખાતે ગ્રામીણ ક્ષેત્રના આધારકાર્ડ સહિતની કામગીરી માટે જનસેવા કેન્‍દ્ર ખોલાવનું જાહેર કરવામાં આવ્‍યું છે.

સામાન્‍ય સભામાં ભાજપના વિરલ પનારાના ૪, દક્ષાબેન રાદડિયાના ૫ અને વિપક્ષ કોંગ્રેસના નેતા, મનસુખ સાકરિયા ના. ૧૪ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલ સાકરિયાએ તલાટીઓની હાજરી, શિક્ષકોની હાજરી, નવા બિલ્‍ડીંગનું નિર્માણ અને જુના ફર્નિચરનો ઉપયોગ ભારે વરસાદથી ખેતીને નુકસાન વગેરે અંગે વહીવટી તંત્રને આક્રમક રીતે પ્રશ્નો પુછયા હતા. એક તબક્કે ભાજપના પૂછયા હતા. એક તબક્કે ભાજપના સભ્‍ય અર્જુન ખાટરીᅠયાએ અધિકારીઓ પાસેથી જવાબ મેળવતી વખતે ભાષાની ગરીમા જાળવવા ટકોર કરી હતી.

સબંધિત શાખા અધિકારીઓ મનસુખ સાકરિયાના સવાલના જવાબમાં જણાવેલ કે તા. ૧૯/૨૦ ઓકટોબરના રોજ પડેલ વરસાદને કારણે થયેલ પાક નુકસાન માટે સરકારશ્રીના મહેસુલ વિભાગના ઠરાવ જોગવાઇ અનુસાર, જિલ્લાના તમામ ગામોમાં વિગતવાર સર્વેના હુકમ કરવામાં આવેલ સ્‍થાનિક પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ જસદણ અને વિછીંયા સહિત તમામ તાલુકાઓમાં સર્વે ટીમના સભ્‍યો દ્વારા સેમ્‍પલ સર્વેની કામગીરી કરવામા આવેલ છે જેનો રીપોર્ટ સરકાર શ્રીમાં મોકલી આપેલ છે.

ઓગસ્‍ટ અને સપ્‍ટેમ્‍બર-૨૦૨૪ માસ માટે જાહેર કરેલ ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૪ અન્‍વયે જીલ્લામાં કુલ- ૩૪૭૪૫ ખેડૂતોને પાક નુકશાન સહાય પેટે રૂપિયા ૫૯.૮૮ કરોડની સહાય ચુકવેલ છે.

જેમાં જસદણ તાલુકામાં ડોડિયાળા, સાણથલી અને મેઘપર ગામોમાં ૧૩.૫૬ લાખ રૂા.ની સહાય ચુકવેલ છે.

રાજકોટ જિલ્લાની ૧૮૩ શાળામાં શિક્ષકોની ઓનલાઇન હાજરી પુરવા માટે ફેસ રીડર લગાવવામાં આવે છે. ૭૬ શાળામાં ચાલુ છે. ૧૦૭ શાળામાં બંધ છે. વર્ષઃ૨૦૧૯-૨૦માં લગાવેલ હતા અને પછી મેન્‍ટેનન્‍સ થયેલ નથી માટે બંધ છે. જિલ્લાના તમામ શિક્ષકોની ઓનલાઇન હાજરી રાજય લેવલેથી મળી શકે અત્રેની કચેરી ખાતે ડેટા રહેતો નથી. તેમજ ચુકવેલ પગાર બીલની વિગતો આ સાથે સામેલ છે. લાંબા સમયથી રજા ઉપર હોય તેવા શિક્ષકોમાં શ્રી ધારાબેન ડી. ચૌહાણ, આ.શિ. મોટી લાખાવડ કન્‍યા પ્રા.શાળા, તા.વિંછીયા જિલ્લામાં હાલ અત્‍યારે ૫૫૯ શિક્ષકોની ઘટ છે. જિલ્લાના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર (પી.એચ.સી.) સેન્‍ટરમાં સ્‍ટાફની હાજરી ઓનલાઇન પુરવા માટે ‘‘ફેસ રીડર'' લગાવવામાં આવેલ નથી.

પંચાયત પ્રમુખ પ્રવીણાબેને જણાવેલ કે, જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે હવાલો સંભાળ્‍યા પછી બીજી વખત જિલ્લા પંચાયતનું સને ૨૦૨૫-૨૬નું બજેટ ખાસ સામાન્‍ય સભા સમક્ષ મુકવામા આવ્‍યુ. સને ૨૦૨૫-૨૬નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્‍ય પ્રજાની આરોગ્‍ય સુખાકારી હિત ધ્‍યાને લઈ તૈયાર કરેલ બજેટમાં નીચેની મુખ્‍યત્‍વે જોગવાઈ કરેલ છે. ગ્રામ્‍યપ્રજા ઉપર કોઇપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી. મનરેગા શાખાનુ વર્ષ ૨૦૨૫ - ૨૬ નુ રાજકોટ જિલ્લાના કુલ ૧૧ તાલુકાઓનુ લેબર બજેટ આજની ખાસ સામાન્‍ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્‍યો. રાજકોટ જિલ્લામા હાલ કુલ અંદાજે ૬૦૦ જેવા ગામોનો સમાવેશ થયેલ છે. આ ગામોમા ઘણાખરા અંશે ઉનાળા દરમિયાન પીવાના ખેતી સિંચાઈના પાણી અછત રહે છે. આ તમામ ગામોમા ગામ દીઠ એક તળાવ બનાવવા માટે એક તળાવ માટે રકમ રુ.૨૫ લાખ લેખે સરકારશ્રીમા અંદાજે કુલ રકમ રૂ.૧૫૦ કરોડ જેટલી ગ્રાન્‍ટની માંગણી કરતો ઠરાવ આજની ખાસ સામાન્‍ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્‍યો. રાજકોટ જિલ્લામા આ તમામ ૬૦૦ જેવા ગામોમા કોઇક જગ્‍યાએ ગૌચર કે કોઇક જગ્‍યાએ સરકારી ખરાબો અથવા ગામતળ પર નાના-મોટા દબાણો થયેલ હોય છે જેના લીધે ઘણી વાર સ્‍થાનીક લેવલે પ્રશ્નો ઉપસ્‍થિત થાય છે જેને પરિણામે ગ્રામ્‍ય વિસ્‍તારમા લોકો વચ્‍ચે નાના મોટુ ઘર્ષણ થાય છે.જેથી તમામ ગ્રામ પંચાયતમા સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા આનો નિષ્‍પક્ષ સર્વે કરી માહીતી આપવાનો ઠરાવ આજની ખાસ સામાન્‍ય સભામા ઠરાવ કરાયેલ છે. રાજકોટ જિલ્લામા હાલ કુલ અંદાજે ૬૦૦ જેવા ગામોનો સમાવેશ થયેલ છે. હવેના સમયમા ઉનાળાની શરૂઆત થઈ ગયેલ હોય ગામના તમામ પશુ અને પક્ષિઓ માટે જાહેર જગ્‍યાઓ પર પીવાના પાણીની વ્‍યવસ્‍થા દરેક ગ્રામ પંચાયત દ્વારા કરવામા આવે તે માટે દરેક ગ્રામ પંચાયત ને સુચના આપવાનો ઠરાવ આજની ખાસ સામાન્‍ય સભામા ઠરાવ મંજુર કરવામા આવ્‍યો.

 આદરણીય વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સાહેબ અને મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ નારી સશક્‍તિકરણ સ્‍વપ્‍નને સાર્થક કરવાની દિશામા એક પ્રયત્‍ન સ્‍વરૂપે જિલ્લા પંચાયતના તમામ મહિલા સદસ્‍યશ્રીઓને સ્‍ટેમ્‍પ ડ્‍યુટી ગ્રાન્‍ટ(સ્‍વભંડોળ) પુરુષ સદસ્‍યશ્રીઓ કરતા એક લાખ વધુ ફાળવવા જોગવાઇ કરવામા આવે છે.

જિલ્લા પંચાયતના તમામ સદસ્‍યશ્રીઓ પોતાના સ્‍વભંડોળ ગ્રાન્‍ટ સને ૨૦૨૫ - ૨૬માથી તમામ સદસ્‍યશ્રીઓ રૂપિયા એક લાખ ફાળવીને કુલ ૩૬ લાખની રકમ જિલ્લાની સરકારી સંસ્‍થાઓ (PHC/CHC,પેટા આરોગ્‍ય કેન્‍દ્રો) પર જે બહેનો ડીલીવરી કરાવશે અને તેમને ત્‍યા દિકરીનો જન્‍મ થશે તે તમામ માતાઓને ‘‘મમતા કીટ'' આપવામા આવશે જે કીટમા માતા અને દિકરી માટે કપડા, નેપકીન, ડેટોલ, સાબુ, પોષણ માટેનો જરુરી આહાર,જરુરી દવાઓનો સમાવેશ કરવામા આવશે અને તે સખીમંડળની બહેનો પાસેથી ખરીદવામા આવશે જેથી તેઓને પણ રોજગારી મળી રહે.

પ્રમુખશ્રીને મળતી સ્‍વેૈચ્‍છિક ગ્રાન્‍ટ સને ૨૦૨૫ - ૨૬ માથી માથી રકમ રુપિયા ૫.૦૦ લાખ ફાળવીને રાજકોટ જિલ્લા પંચાયત ખાતે જન સુવિધા કેન્‍દ્ર શરૂ કરવામા આવશે જેથી ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે આધાર કાર્ડ, આયુશ્‍માન કાર્ડ, રેશન કાર્ડ વગેરેની કામગીરી જિલ્લા પંચાયત ખાતેથી હવેથી થઈ શકશે.

(3:54 PM IST)