<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

વોર્ડ નં.૬ના અનમોલ પાર્કથી ગોકુલ સ્‍કૂલ સુધીના વિસ્‍તારમાં પાણી ભરાવાની ફરિયાદ ભુતકાળઃ પાઇપ લાઇન કામનો પ્રારંભ

 

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૬માં અનમોલ પાર્ક થી ગોકુલ વિદ્યાલય સુધી વરસાદી પાણીના નિકાલ માટે રૂ.૨૮.૭૪ લાખના ખર્ચે સ્‍ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય શ્રી ઉદયભાઈ કાનગડ, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, પૂર્વ ડેપ્‍યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, કોર્પોરેટર પરેશભાઈ પી. પીપળીયા, મંજુબેન ફુગસીયા, દેવુબેન જાદવ, પ્રભારી રસિકભાઈ પટેલ, વોર્ડ પ્રમુખ પ્રમુખ અંકિતભાઈ દુધાત્રા, મહામંત્રી અનિલભાઈ ચૌહાણ, હરેશભાઈ ધંધુકીયા, શિક્ષણ સમિતિ સભ્‍ય વિરમભાઈ રબારી, પ્રભારી વોર્ડ નં.૧૮ ગેલાભાઈ રબારી, શહેર યુવા ભાજપ મહામંત્રી મિલનભાઈ લીંબાસીયા, યુવા મોરચા વોર્ડ પ્રમુખ રાહુલ રાઠોડ, હેમરાજ ગરૈયા, બક્ષીપંચ મોરચા વોર્ડ પ્રમુખ વિકીભાઈ ટાંક, નાગજીભાઈ બાંભવા, વોર્ડ પ્રમુખ મહિલા મોરચા નઝમાબેન પઠાણ, શહેર કારોબારી મહિલા મોરચો વોર્ડ નં.૬ હીનાબેન રાતોજા, ઘનશ્‍યામભાઈ કુંગસીયા, હિરેનભાઈ રાવલ, વિજયભાઈ ડોબરીયા, જગાભાઈ રબારી, રત્‍નાભાઈ રબારી, ઈશ્વરભાઈ, ધનંજયસિંહ, કિશનભાઈ, પીયુષભાઈ લાંબરીયા, શોભનાબેન ગજેરા, ચાંદનીબેન ગજેરા, હેતલબેન મકવાણા, કાજલબેન ઉમરાળીયા, કાજલબેન ચૌહાણ, જયશ્રીબેન, પૂજાબેન, મહેશભાઈ રાજગોર, સુખદેવસિંહ જાડેજા, એભલભાઈ આહિર, ગૌતમભાઈ મોરવાડીયા, ગૌતમભાઈ ઝાપડીયા, પાર્થભાઈ રબારી, નિકુંજભાઈ રબારી, સિદ્ધાર્થ રબારી, મનસુખભાઈ જાદવ, વિભાભાઇ રબારી વગેરે ઉપસ્‍થિત રહેલ

(4:07 PM IST)