<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th March 2025

મવડી પાળ વિસ્‍તાર રોડ ટનાટન બનશે

પ૧ લાખના ખર્ચે ડામર કામનું સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે ખાતમુહૂર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં પ્રમુખ બ્‍લીચ કોમ્‍પલેક્ષ, રામધણ આશ્રમથી વગડ ચોક જતા મવડી પાળ રોડમાં રકમ રૂ.૫૧ લાખના ખર્ચે ‘‘એક્‍શન પ્‍લાન'' હેઠળ ડામર કરવાના કામનું ખાતમુહૂર્ત સાંસદ શ્રી પરસોતમભાઇ રૂપાલાના હસ્‍તે કરવામાં આવ્‍યું. આ ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં સાંસદ પરષોતમભાઈ રૂપાલા, પ્રમુખ રાજકોટ શહેર ભાજપ ડૉ.માધવભાઈ દવે, મેયર નયનાબેન પેઢડીયા, શાસકપક્ષ નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્‍દ્રસિંહ ઝાલા, પૂર્વ મેયર ડૉ.પ્રદીપ ડવ, કોર્પોરેટર મિતલબેન ચેતનભાઈ લાઠીયા, મૌલિકભાઈ દેલવાડીયા, રાજદીપસિંહ જાડેજા, નરશીભાઈ કાકડિયા, જયેશભાઇ પંડ્‍યા, ધિરજભાઈ મુંગરા, યોગેન્‍દ્રસિંહ જાડેજા, કિશનભાઈ ટીલવા, મનસુખભાઇ વેકરીયા, દશરથસિંહ જાડેજા, યોગરાસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, રમીઝ મુલતાની, દિલીપભાઇ કોટડીયા, મહિપતભાઈ હુંબલ, મહેશભાઇ અવાડીયા, કિશોરભાઇ પરમાર, આસિફભાઈ મલેક, સરીફભાઇ સોઢા, ચેતનભાઈ હિરપરા, પરેશભાઈ સગપરિયા, પરેશભાઈ રાદડીયા, પરષોતમભાઈ રાઠોડ, વિમલભાઈ રાદડિયા, નકુલ વનોલ, જયેશ સોરઠિયા,  પ્રતિક ખૂંટ, મૌલિક પટોડિયા, રાજભા જાડેજા, જયેશભાઇ ખૂંટ, મિતુલ રૈયાણી, ભગવાજીભાઇ ધાંધલ, વિરલ રાઠોડ, પ્રકાશ ગોંડલિયા, તુષારભાઈ ઉદેશી, નિર્મળ આહિર, રાજુભાઇ ગરચર, હકાભાઈ કડિયા, સુરેશભાઇ રામાણી, મનુભાઈ રાવત, રામભાઇ રામાનુજ, દિપકભાઈ સિંધવ, હિતેશભાઇ પંડયા, મહીરાજ બોરિચા, ચેતનભાઇ પીપળીયા, કંચનબેન મારડિયા, ગીતાબેન શિશાંગીયા, રશ્‍મિબેન પટેલ, રક્ષાબા સરવૈયા, હંસાબેન ધમ્‍મર તથા પ્રમુખ બ્‍લીસ, જે.કે. પાર્ક મારુતિ બંગ્‍લોઝ સોસાયટીઓ રહેવાસીઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.

(4:09 PM IST)