<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

પુરૂષોતમભાઇ પીપરીયા વધુ એક વખત કાશ્‍મીરના પ્રવાસે : ટયુલીપ ગાર્ડનની મુલાકાત કરશે

રાજકોટ : વિશ્વ પ્રવાસી, સુપ્રસિધ્‍ધ તસ્‍વીરકાર અને આરસીસી બેંકના સીઇઓ, કાયદે આઝમ શ્રી પુરૂષોતમભાઇ પીપરીયા ૩૦ મી માર્ચે કાશ્‍મીરના પ્રવાસે જઇ રહ્યાનું ફેસબુક પેઇજ ઉપર તેમણે જણાવ્‍યું છે. શ્રી પીપરીયા એકસોથી વધુ વખત કાશ્‍મીરનો પ્રવાસ કરી ચૂક્‍યા છે. છેલ્લા ઘણા વખતથી તેઓ માર્ચ-એપ્રિલમાં ટયુલીપ ગાર્ડનની મુલાકાત લેવા અચુક શ્રીનગર જાય છે. કાશ્‍મીરના કાતીલ ઠંડીના ‘‘ચિલ્લે કલાન''ની અચૂક મુલાકાત તેઓ લેતા રહ્યા છે. (મો. ૯૪ર૭ર ર૦પ૪૪)

(11:51 AM IST)