તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Tuesday, 25th March 2025
વિરપુર (જલારામ)ના ગાદીપતિ પુ.રઘુરામબાપાને ભાગવત સપ્તાહનું ભાવભીનું આમંત્રણ પાઠવાયું
પ.પૂ. જલારામબાપાના ચરણોનાં વંદન કરતું રાજકોટ લોહાણા મહાજન મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ સહિતના ટ્રસ્ટીઓ જોડાયા

રાજકોટ તા.૨૪: વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન'ના ટ્રસ્ટીઓ દ્વારા પ.પૂ. જલારામબાપાના ચરણોમાં વંદન કરીને વિરપુર (જલારામ)ના ગાદીપતિ પૂ.રઘુરામબાપાને પવિત્ર ૧૦૮ શ્રીમદ ભાગવત સપ્તાહનું ભાવભીનું આમંત્રણ પાઠવાયું હતું.
વિશ્વ વિખ્યાત ભાગવતાચાર્ય પુ.જીગ્નેશદાદા રાધે રાધેના વ્યાસાસને ચૈત્રી નવરાત્રી ૩૦ માર્ચથી પ એપ્રિલ ૨૦૨૫ દરમ્યાન રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર ભાગવત સપ્તાહનું પૂ.રઘુરામબાપાને આમંત્રણ પાઠવવા સમયે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, ખજાનચીશ્રી ધવલભાઇ કારીયા, ટ્રસ્ટીઓશ્રી કિશોરભાઇ કોટક, હિરેનભાઇ ખખ્ખર, શૈલેષભાઇ પાબારી વિગેરે હાજર રહયા હતા.(૨.૩)
(3:06 PM IST)










