News of Tuesday, 25th March 2025
રાજકોટના બે યુ ટયુબર્સને ગુગલનું નિમંત્રણ
ગુજરાતમાંથી માત્ર ર સોશ્યલ મિડીયા ક્રીએટર્સ વિક્રમ બોરીચા અને રમેશ બકોત્રાના યોગદાનને બિરદાવાયુ

રાજકોટઃ રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત યુવા સ્ટાર ગુજરાતના બે પ્રસિદ્ધ સોશિયલ મીડિયા ક્રિએટર, વિક્રમ બોરીચા અને રમેશ બકોત્રાને ગૂગલ દ્વારા તેમના પ્રતિભાશાળી યોગદાન માટે આમંત્રિત કરવામાં આવ્યાનું તેમણે જણાવ્યું છે.
ગુજરાતમાંથી માત્ર બે યુટ્યુબર્સને ગૂગલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું, અને આ પ્રથમ વખત છે કે રાજકોટના યુટ્યુબર્સને દિલ્લી-ગૂડગાંવ ખાતે આવેલી ગૂગલ ઓફિસ પર આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ તમામ યુટ્યુબર્સ માટે ગુગલ દ્વારા ખાસ ઈવેન્ટ અને ઓફિસ ટુરનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિક્રમ બોરીચા અને રમેશ બકોત્રા ગૂગલ ઓફિસની ટુર દરમિયાન ગૂગલની વિવિધ ટેકનોલોજી અને નવિનતમ સેવાઓ અંગે જાણકારી મેળવી, તેમજ ગૂગલ ટીમ સાથે પ્રેરણાદાયક ચર્ચાઓ કરી. આ ઇવેન્ટમાં તેમની યાત્રા અને કાર્યક્ષમતાને વધાવવાનો અનોખો અવસર મળ્યો.
વિક્રમ બોરીચા અને રમેશ બકોત્રા, જેમણે યૂટ્યુબ પર વિવિધ ટેકનોલોજી, અનબોક્સિંગ,માહિતી અને ટ્યુટોરીયલ વિડિઓઝ દ્વારા ગુજરાત તથા દેશભરના લોકોને પોતાની અનોખી ઓળખ આપી છે, તેઓ હાલમાં યુટ્યુબ પર સફળતા અને લોકપ્રિયતા હાસલ કરી રહ્યા છે. આ યાદગાર અવસર પર, બે યુટ્યુબર્સના કાર્ય અને સ્ફૂર્તિદાયક યાત્રાને સાંભળી અને ગૂગલ ઓફિસની મુલાકાત દરમિયાન એમાંથી પ્રેરણા મેળવી, તેઓ તેમના આગામી પ્રોજેક્ટ્સ માટે વધુ ઉત્સાહિત અને પ્રેરિત છે.(મો.૮૮૬૬૮ ૮૨૭૦૦)
(3:13 PM IST)










