News of Tuesday, 25th March 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પ્રો. પંડયા દ્વિઅર્થી બોલે છેઃ ચોકકસ જ્ઞાતિને વધુ ગુણ આપવાનો આક્ષેપ
પાંચ છાત્રોની મુખ્યમંત્રી કાર્યાલયમાં રજુઆત કરતાની અરજી ભવનના અધ્યક્ષ પાસે મોકલવામાં આવીઃ અનેકવિધ ચર્ચા

રાજકોટ, તા. રપઃ બી.ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં એક પ્રોફેસરનો વિવાદ ચંક્રાવે ચડયો છે. હાલ યુનીવર્સીટીમાં અનેકવિધ ચર્ચાએ જોર પકડયુ છે.
જાણવા મળતી વિગતો મુજબ અર્થશાષાભવનના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો. સંજય પંડયા સામે મુખ્યમંત્રી કાર્યાલયમાં ભવનની પાંચ વિદ્યાર્થીનીઓએ રજુઆત કરી છે કે પ્રોફેસર પંડયા વર્ગમાં દ્વિઅર્થી સંવાદ બોલે છે તેમજ ચોકકસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક આપવાની વાતો કરતા હોવાની ફરીયાદ કરવામાં આવી છે.
આ ફરીયાદ મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સૌરાષ્ટ્ર યુનિર્વસીટીને મળતા આ ફરીયાદને ગંભીરતાથી લઇ ભવનના અધ્યક્ષને અભિપ્રાય માટે તપાસ અર્થે મોકલી આપેલ છે. હાલ ભવનના અધ્યક્ષ રજા ઉપર હોય ટુંક સમયમાં ફરજ પર હાજર થયા બાદ અહેવાલ આપશે.
સૌરાષ્ટ્ર યુનિર્વસીટીમાં આ ફરીયાદ ચર્ચાસ્પદ હોવાનું જાણવા મળે છે તપાસ બાદ આ ફરીયાદનું સંપુર્ણ ચિત્ર સ્પષ્ટ થશે. પરંતુ હાલ મોઢા એટલી વાતો થઇ રહી છે.
દરમીયાન પત્રકારો સાથેની વાતચિતમાં કુલપતિ ડો. ઉત્પલ જોષીએ જણાવ્યું છે કે આ ફરીયાદ પ્રત્યે યુનિવર્સીટી ગંભીર છે. તેની વિસ્તૃત તપાસ થશે. અરજી કરનાર છાત્રાઓ ભવનની છે કે નહી ? યુનિવર્સીટીમાં ગેરશિસ્ત ચલાવી નહી લેવાય તેમજ જો કોઇને ટાર્ગેટ નથી કરતાને તે પણ જોવુ પડશે. ભવનના અધ્યક્ષને અહેવાલ મળ્યા બાદ બધુ સ્પષ્ટ થશે.(૬.૧૭)
(3:13 PM IST)










