<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

કાલાવડ રોડ વિસ્‍તારનો ‘ધ ટેડ હબ' માંથી અખાદ્ય ઠંડા પીણા-ડેરી પ્રોડકટસ સહિત ૩૧૮ કિલો જથ્‍થાનો નાશ

સહકાર મેઇન રોડ ઉપર રર ધંધાર્થીને ત્‍યાં ચેકીંગઃ ૮ ને નોટીસઃ મિકસ દુધ, સાંભાર, પનીર બટર મસાલા સહિત ૪ નમુના લેવાયા

રાજકોટ તા.રપઃ શહેરના વિવિધ વિસ્‍તારોમાં મનપાની ફુડ શાખા દ્વારા ખાદ્યપદાર્થ ઉપાદકો-વિક્રેતાઓને ત્‍યાં ચકાસણીની કાર્યવાહી અંતર્ગત મહાનગર પાલીકાના સર્વેલન્‍સ ચેકીંગ દરમ્‍યાન સત્‍યસાંઇ હોસ્‍પિટલ રોડ, આત્‍મીય યુનિ.પાછળ, રાજકોટ મુકામે આવેલ ‘‘ ધ ટેડ હબ'' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર કીચન, ફ્રીઝ, ડીસ્‍પ્‍લેમાં સંગ્રહ કરેલ ઠંડાપીણા, ડેરી પ્રોડકટસ જેવી કે આઇસ્‍ક્રીમ, પનીર, કન્‍ડેન્‍સ, મિલ્‍ક, બેટરક્રીમ તથા ફ્રાઇમ્‍સ, વટાણા, સ્‍વીટકોર્ન તથા અન્‍ય સિરપ વગેરેનો જથ્‍થો એકસપાયરી ડેટ વીતેલ માલુમ પડતા કુલ મળીને અંદાજીત ૩૧ કિ.ગ્રા. અખાદ્ય જથ્‍થો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢીને હાઇજીનીક કન્‍ડીશન જાળવવા, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ  બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકીંગ દરમ્‍યાન જયરાજ નગર મેઇન રોડ, રાધે હોટલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ મુકામે આવેલ ‘‘બજરંગ ડેરી ફાર્મ'' પેઢીની તપાસ કરતા પેઢીને હાઇજેનીક કન્‍ડીશન જાળવવા તથા લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ ઉપરાંત મવડી રોડ, વિશ્વેશ્વર મંદીર પાસે, આવેલ ‘‘શ્રી જલારામ ફરસાણ હાઉસ'' પેઢીની તપાસ કરતા પેઢીને દાઝીયું તેલ આરયુસીઓ દ્વારા નીકાલ કરવા, છાપાની પસ્‍તી ન વાપરવા તથા હાઇજેનીક કન્‍ડીશન જાળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન ભકિતધામ સોસાયટી, હાયસ્‍ટ્રીટ સામે ૧પ૦‘ રિંગ રોડ, રાધે હોટલ પાસે, રાજકોટ મુકામે આવેલ ‘‘ કોફી સ્‍ટેન્‍ડ''  પેઢીની તપાસ કરતા પેઢીને હાઇજીનિક કન્‍ડિશન જાળવવા તથા લાયસન્‍સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ  ચેકિંગ દરયિમાન ભકિતધામ સોસાયટી, હાયસ્‍ટ્રીટ સામે ૧પ૦' રિંગ રોડ, રાઘે હોટલ પાસે રાજકોટ મુકામે આવેલ એન‘ડી'એસ'' (સબવે) પેઢીની તપાસ કરતા પેઢીને સ્‍થળ પર લાયસન્‍સ તથા સાઇન બોર્ડ ડીસ્‍પલેમાં દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

ધંધોર્થી ને નોટીસ

ફુડ વિભાગની ટીમ તથા એફએસડબલ્‍યુ વાન સાથે શહેરના સહકાર મેઇન રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍યચીજોનું વેચાણ કરતાં કુલ રર ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. ૮ ધધાંર્થીઓને લાઇસન્‍સ બાબતે સુચના આપવામાં આવેલ. તેમજ ખાદ્ય ચીજોના કુલ રર નમુનાની સ્‍થળ પર ચકાસણી કરેલ. રઘુવંશી જનતા તાવડો, શ્રી રામ કોઠી આઇસ્‍ક્રીમ, તુલસી ડેરી ફાર્મ, ખુશી લાઇવ વેફર્સ, જલારામ ખમણ, સુરેશ પ્રોવીઝન સ્‍ટોર, હરી કોલ્‍ડ્રીંકસ, જય ગોપાલ ફરસાણ સહીત ૮ ને લાયસન્‍સ મેળવવા બાબતે સુચના આપવામાં આવેલ.

નમુના લેવાયા

ફુડ સેફટી સ્‍ટાન્‍ડર્ડ એકટ-ર૦૦૬ હેઠળ મીકસ દુધ (લુઝ), શ્રી મહેશ ડેરી ફાર્મ, જલારામ ચોક, વાણીયાવાડી મેઇન રોડ, ભકિતનગર સર્કલ પાસે, મીકસ દુધ (લુઝ) બજરંગ ડેરી ફામ/, શેરીનં.૧ કોર્નર, જયરાજનગર મેઇન રોડ, રાધે હોટલ પાછળ, ૧પ૦ ફુટ રીંગ રોડ, સાંભાર (લુઝ) ‘‘ગોપુરમ'' શ્‍યામલ ઇન્‍ફીનીટી, ગ્રા.ફલોર, શોપનં.૧૧-૧૩, જે.કે.ચોક, યુનિ.રોડ, પનીર બટર મસાલા (પ્રીપેઇડ લુઝ) રામરાજ રેસ્‍ટોરન્‍ટ એન્‍ડ પાર્ટી પ્‍લોટ પ્‍લોટ નં.૧ વાગડ ચોકડી, મવડી ૮૦ ફુટ રોડ, સહીત ૪ નમુના લેવામાં આવ્‍યા હતાં.

(3:57 PM IST)