News of Tuesday, 25th March 2025
વાર્ષિક હિસાબો માટે કાલથી તા. ૩૧ સુધી રાજકોટ મુખ્ય યાર્ડ બંધ રહેશે

રાજકોટ તા. રપ, મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતાં કમીશન એજન્ટ, વેપારીઓ તરફથી સને ર૦ર૪.ર૦રપ ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામકાજ બંધ રાખવા કરેલ નિર્ણય અન્વયે તા. ર૬-૦૩-ર૦રપ ને બુધવારથી ૩૦-૦૩-ર૦રપ સોમવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડનું (અનાજ) હરરાજીનું કામકાજ બંધ રહેશે.
તેમજ તા. રપ-૦૩-ર૦રપ ને મંગળવાર સવારથી અનાજ વિભાગ (મુખ્ય યાર્ડ)ની તમામ જણસીઓની માલ આવકો/વાહનો માર્કેટ યાર્ડમાં દાખલ થવા દેવામાં આવશે નહી. જેથી સદરહુ દિવસો દરમ્યાન માર્કેટ યાર્ડમાં ખેડૂત ભાઇઓએ માલ વેચવા લાવવો નહી તા.૦૧-૦૪-ર૦રપ ને મંગળવાર થી માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી.તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીની યાદીમાં જણાવાયું છે.
(4:01 PM IST)










