<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th March 2025

મેટોડા જીઆઈડીસીમાં પોલીસના ડરથી અસામાજીક તત્‍વોએ ગેરકાયદે બાંધકામો જાતે દૂર કર્યા

કાર્યવાહી કરે તે પૂર્વે બાંધકામ જાતે દૂર કર્યા

રાજકોટ, તા.૨૫: ગુજરાત રાજ્‍ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્‍ય પોલીસ અધિકારી દ્વારા અસામાજીક પ્રવળતી કરતા ગુંડા તત્‍વો વિરૂધ્‍ધ સ્‍થાનીક પોલીસ અને વહીવટી તંત્રના માધ્‍યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્‍વયે રાજકોટ ગ્રામ્‍ય જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તથા ગોંડલ ડીવીઝનના ડી.વાય.એસ.પી. કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ મેટોડા જી.આઇ.ડી.સી. પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સપેક્‍ટર એસ.એચ.શર્માની રાહબરી હેઠળ પો.સબ ઇન્‍સ. એન.બી.ઝાલા તથા પોલીસ સ્‍ટાફની અલગ અલગ ટીમો બનાવી મેટોડા જી.આઇ.ડી.સી. પો.સ્‍ટે. વિસ્‍તારમાં ચેકિંગ કરતા અસામાજીક ગુંડા તત્‍વો દ્વારા પોલીસ કાર્યવાહીથી ભયભીત થઇ પોતાની જાતે કરેલ અનઅધિકળત બાંધકામ તોડી પાડેલ છે. તેમજ ગે.કા. વીજ ચોરી પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. તેમજ આ દરમ્‍યાન દેશી દારૂનો કબ્‍જાનો કેશ કરવામાં આવેલ છે. મેટોડા પોલીસ દ્વારા ગેરકાદેસર વીજ ચોરી કેશ-૧ તથા ગેરકાદેસર વીજ જોડાણ પકડી પાડી ૧૬ હજારનો દંડ કરાવેલ છે અને ગેરકાયદેસર દબાણ - ૦૩ દૂર કરાયા હતા. આ કાર્યવાહીમાં મેટોડા જીઆઈડીસી પોલીસ મથકના પો.હેડ કોન્‍સ. યોગીરાજસિંહ અજયસિંહ, જસમતભાઇ આંબાભાઇ, હરેશભાઇ કરશનભાઇ, મયુરસિંહ અનિરૂધ્‍ધસિંહ, પો.કોન્‍સ. રવુભાઇ ટપુભાઇ, સુભાષભાઇ લાભુભાઇ, ચંદ્રરાજસિંહ જયદેવસિંહ, નિતીનભાઇ ધીરજભાઇ તથા રસીકભાઇ વીરજીભાઈ જોડાયા હતા.

(4:02 PM IST)