News of Wednesday, 26th March 2025
રાજકોટ મહાનગરપાલીકાના ‘ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળના
નવા હોદેદારોની વરણી જાહેર : પ્રમુખપદે કિશોરભાઇ ગમારા

રાજકોટ : રાજકોટ મહાનગરપાલીકાના વર્ગ ૪ ના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોના ઉકેલ અર્થે ૨૦૦૦ ની સાલમાં સ્થપાયેલ ‘ચોથા વર્ગ કર્મચારી એકતા મંડળ'ના નવા હોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે કિશોરભાઇ ગમારા, કાર્યકારી પ્રમુખ તરીકે માવજીભાઇ રાખસીયા, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઇ સોલંકી, મહામંત્રી તરીકે રાહુલભાઇ પરમારની વરણી કરાઇ હતી. જયારે અન્ય હોદેદારોમાં ગુલાબસિંહ જાડેજા, મુકેશભાઇ વાઘેલા, શામજીભાઇ ઇહોરા, કૌશિકભાઇ સોલંકી, જયેશભાઇ ગોંડલીયા, અશોકભાઇ જાદવ, મુકેશભાઇ વાણીયા, મહેન્દ્રભાઇ દાફડા, લલીતભાઇ સોલંકી, અકબરભાઇ રાઠોડ, મહેશભાઇ સાવંત, મુકેશભાઇ પરમાર, જીજ્ઞેશભાઇ ડોડીયા, શૈલેષભાઇ ભટ્ટી, રણજીતભાઇ પરમાર, અમીનભાઇ નાગોરી, સોમાભાઇ મકવાણા, નિલેશભાઇ સોંદરવા, હરેશભાઇ રાઠોડ, જયેશભાઇ વાઘેલાનો સમાવેશ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે રપ વર્ષ પૂર્વે આ મંડળની સ્થાપના થયા બાદ ૨૦૦૦ થી ૨૦૦૪ સુધી અકબરભાઇ રાઠોડ પ્રમુખપદે રહ્યા હતા. ત્યારબાદ ૨૦૦૪ થી ૨૦૨૨ સુધી અમીનભાઇ નાગોરી એકતા મંડળના પ્રમુખ રહ્યા હતા. હાલ નવી ટીમ જાહેર કરાતા તમામને અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:33 PM IST)










