<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th March 2025

શિવધામ-રણુજાધામ વિસ્‍તારમાં મનપાની નોટીસ : આક્રોશ

પૈસા ભરી કાયદેસર કરવા લતાવાસીઓની માંગ : વોર્ડ નં. ૧૮ માં અનેક સોસાયટી આવી છે માત્ર આ બે વિસ્‍તારને અન્‍યાય શા માટે : અનેક સવાલો

જાયે તો કહાં જાયે ...: શહેરના કોઠારીયા રોડ પર શિવધામ, રણુજાધામ વિસ્‍તારમાં મનપા દ્વારા નોટીસ પાઠવવામાં આવતા રહેવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને આ જગ્‍યા કાયદેસર કરવા લત્તાવાસીઓએ માંગ સાથે ‘‘અકિલા'' કાર્યાલય ખાતે આપવીતી જણાવી હતી. (તસ્‍વીરઃ અશોક બગથરીયા).

રાજકોટ, તા. રપ :  શહેરના વોર્ડ નં. ૧૮ ના કોઠારીયા રોડ પર આવેલ શિવધામ અને રણુજાધામ સોસાયટીમાં મ્‍યુનિ. કોર્પોેરેશન દ્વારા મકાનો તોડી પાડવા નોટીસ પાઠવવામાં આવતા રહેવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. લત્તાવાસીઓએ આજે અકિલા કાર્યાલયની મુલાકાત સમયે જણાવ્‍યું હતું કે, ૧૯૯૬ થી સોસાયટી પ્રમાણપત્ર આધારીત છે. જો દંડ ભરવાનું કહે તો ભરવા તૈયાર છીએ સાથો સાથે કાયદેસર કરવા માંગ કરી છે.

વધુમાં રહેવાસીઓ જણાવ્‍યુંહતું કે કોઠારીયાના સર્વે નં. ૧૧૧ તથા ૧૧૮ જમીનમાં અમો કુલ ૨૩ (મકાન શિવધારા સોસાયટીના) તથા ૯ (મકાન રણુજા ધામ સોસયટીના) મકાનોમાં પરિવાર સાથે રહીએ છીએ મકાનમાં અમો આશરે છેલ્લા ૨૩ થી ૨૫ વર્ષથી રહીએ છીએ અને ઉપરોકત દર્શાવેલ સવે નંબરો પર સુચિત સોસાયટીઓ વસાવવામાં આવેલ છે અને સર્વે નંબરઁવાળી જગ્‍યા વર્ષ ૨૦૧૪ થી ભળેલ છે. અને તે પહેલા સદરહુ જમીન કોઠારીયાના સર્વે નંબરથી ઓળખાતી આ જગ્‍યામાં વર્ષોથી પરિવાર સાથે વસવાટ કરીએ છીએ અને સોસાયટીઓ રેગ્‍યુલરાઇઝ થવા માટે પણ આવી ગયેલ હતી પરંતુ યેનકેન પ્રકારે મોડું થતા હાલ રેગ્‍યુેલરાઇઝ થઇ શકેલ નથી.

અંતિમ ખંડ ૪૨/એ સામાજીક માળખાના હેતુના અનામત પ્‍લોટમાં ભેળવવા માટે નોટીસો આપવામાં આવેલ છે. અમારી જમીનોની આસપાસ અન્‍ય સોસાયટીઓ પણ આવેલ છે જે પણ હાલ અમો જે સ્‍થિતિમાં છીએ તે પ્રમાણે સોસાયટીમાં રહે છે. અને તેઓ પણ રેગ્‍યુલરાઇઝડ થયેલ નથી. જેથી અમોને લાગે છે કે વહાલા-દવલાની નીતિથી અમોને નોટીસ આપવામાં આવેલ છે.

શિવધામ-ર સોસાયટીમાં કોમન પ્‍લોટની ખુબ મોટી જગ્‍યા આવેલી છે. જો જમીન અંતિમ ખંડ નં. ૪ર/એ સામાજીક માળખાના હેતુના કામમાં ઉપયોગ કરવામાં આવે તો અમારા જેવા નાના માણસોએ વર્ષોની મહેનત કરીને ઉભા કરેલા મકાનોને તોડી પાડવા માટે નોટીસો આપવામાં આવેલ છે. સદરહું નોટીસ આપેલ આસામીઓની જમીનની કુલ માપણી કરતા પણ ત્‍યાં કોમ્‍યુનીટી હોલ બની શકે તેટલી જગ્‍યા થતી નથી.

(3:49 PM IST)