તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૩ ગુરૂવાર
News of Wednesday, 26th March 2025
એકટીવા સરખુ ચલાવવા બાબતે સમજાવતા હાર્દિક નીરંજની પર ચાલક સહિત ચારનો હુમલો
કેવડાવાડીમાં બનાવઃ ભાઇ-બહેન એકટીવા પર કોૈટુંબીક સગાના ઘરે જતા' તાઃ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૬: કેવડાવાડી મેઇન રોડ પર એકટીવા સરખુ ચલાવવા બાબતે સમજાવવા જતા યુવાન પર એકટીવા ચાલક સહિત ચાર શખ્સો હુમલો કરતા ફરીયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ખોખડદડ નજીક કોઠારીયા મેઇન રોડ પર ખોડલધામ પાર્ક શેરી નં. ૨ માં રહેતા બંસીબેન પ્રફુલભાઇ નીરંજની (ઉ.૨૦) એ ભકિતનગર પોલીસ મથકમાં એકટીવા ચાલક સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. બંસીબેન ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે હું તથા મારો ભાઇ હાર્દિક બંને એકટીવા પર કોૈટુંબીક સગાને ત્યાં જતા હતા ત્યારે એક શખ્સ ડબલસવારી એકટીવા લઇને પુરઝડપે બાજુમાંથી નીકળતા મારાભાઇ હાર્દિકે ચાલકને ઉભો રાખી એકટીવા સરખુ ચલાવવાનું કહેતા એકટીવા ચાલક અને તેનો મિત્ર બંનેએ બોલાચાલી કરી તેણે કોઇને ફોન કરતા બીજા બે અજાણ્યા શખ્સો આવી જતા ચારેયે મારાભાઇ હાર્દિક સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો મારમાર્યો હતો દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા ચારેય શખ્સો નાશી ગયા હતા બાદ આ બનાવ અંગે ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ ધર્મેશભાઇ રાજપરાએ તપાસ હાથધરી છે.
(4:31 PM IST)










