<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

કાલે ચેટીચાંદ મહોત્‍સવ : સ્‍કૂટર રેલી, બાઇક રેલી, કાર રેલીના આયોજન

‘‘આયો લાલ ઝુલેલાલ''ના નારાઓથી રાજમાર્ગો ગુંજશે : સિંધી સમાજના હૈયે છવાતો હરખ : શહેરભરમાં ઝુલેલાલ મંદિરોને અનેરા શણગાર : સાંઇ ભજન, પંજકડા, પલવ, સુખો સેસા, આતશબાજી સહીતના કાર્યક્રમો

રાજકોટ તા. ૨૯ : આવતીકાલે ચેટીચાંદ મહોત્‍સવ હોય સિંધી સમાજમાં અનેરો ઉમંગ છવાયો છે. ભગવાન ઝુલેલાલના અવતરણ દિવસને વધાવવા ઠેરઠેર ઉત્‍સવી કાર્યક્રમોના આયોજનો થયા છે. ઝુલેલાલ મંદિરોમાં ફુલોનો શણગાર કરી  પૂજન અર્ચન, સાંઇ ભજન, પંજકડા, પલ્લવ, સુખો સેસા અને આતશબાજીના ઉપક્રમો રખાયાછે. તો કોઇ સંસ્‍થા-ગ્રુપ દ્વારા સ્‍કુટર રેલી, બાઇક રેલી અને રથયાત્રાના આયોજનો ગોઠવાયા છે. જેની સંકલિત યાદીઓ અહીં પ્રસ્‍તુત છે.

જય ઝુલેલાલ સેવા ગ્રુપ રામનાથપરા

હરમંદિર સાહેબ જય ઝુલેલાલ ગ્રુપ રામનાથપરા દ્વારા ચેટીચાંદ મહોત્‍સવ કાલે તા. ૩૦ ના રવિવારે ઉજવાશે. હરમંદિર રામનાથપરા ખાતે કાલે સવારે ૧૦ કલાકે આરતી પલ્લો, ૧૦.૩૦ કલાકથી સાંજે ૬ વાગ્‍યા સુધી પ્રસાદ વિતરણ કરાશે. રાત્રે ૯ વાગ્‍યાથી ભંડારો (મહાપ્રસાદ) રાખેલ છે. સમગ્ર આયોજન માટે અજીતભાઇ લાલવાણી, ધનરાજભાઇ રાઘાણી, ગુરૂમુખભાઇ વિદ્યાની, કમલેશભાઇ આહુજા, અશ્વિનભાઇ વિદ્યાથી, અનિલભાઇ વિદ્યાની, દિનેશભાઇ ગોરી, દિપેશ રાજેન્‍દ્રભાઇ જાનવાણી, દેવ ધનરાજભાઇ રાઘાણી, કરણ જીતુભાઇ આહુજા જહેમત ઉઠાવી રહ્યા છે.

સિંધી યુવક મંડળ કોઠારીયા નાકા ચોક

સિંધી યુવક મંડળ કોઠારીયાનાકા ચોક દ્વારા કાલે ચેટીચાંદ મહોત્‍સવ નિમિતે કોઠારીયાનાકા પોલીસ ચોકી સામે મહાપ્રસાદ અને સરબત વિતરણ કરાશે. હરમંદિર સાહેબની નીકળતી શોભાયાત્રાનું અહીં ફુલહારથી સ્‍વાગત કરાશે. પ્રસાદમાં પંજાબી સ્‍ટાઇલ વેજ પુલાવ ગ્રેવી તેમજ પંજાબી છોલાક સરબત વિતરણ થશે. કોઠારીયા નાકા સિંધી માર્કેટ તેમજ સિંધી યુવક મંડળના પ્રમુખ જનકકુમાર કે. મુલચંદાણી, સોનુ ગંગલાણી, ચિન્‍ટુ ગંગલાણી, ગુડું ગંગલાણી, રતનલાલ આહુજા, પ્રકાશ માખીજા, ફતેહચંદ મુલચંદાણી, રિન્‍કુ મનવાણી તેમજ કોઠારીયા નાકા વેપારી મંડળના સભ્‍યો જહેમત ઉઠાવી રહ્યા છે.

સ્‍કુટર રેલી - બાઇક રેલી

રાસલીલા ગ્રુપ અને ભારતીય સિંધુ સભા મહીલા વીંગ દ્વારા ચેટીચંડ પર્વની પુર્વ સંધ્‍યાએ આજે શનિવારે સાંજે પ વાગ્‍યે બાલભવનથી ટહેલીયારામ દરબાર સુધીની સ્‍કુટર રેલી યોજવામાં આવી છે. તેમજ કાલે તા. ૩૦ ના રવિવારે સવારે ૧૦ વાગ્‍યાથી ભાઇની બાઇક રેલી ટહેલીયારામ દરબારથી પરસાણાનગર ઝુલેલાલ મંદિર સુધી યોજવામાં આવી છે.

સૌપ્રથમવાર કાર રેલી

ઝુલેલાલ ઘાટ બાલકમંડળી લાલપરી દ્વારા રાજકોટમાં સૌપ્રથમવાર કાલે કાર રેલીનું આયોજન કરાયુ છે. સવારે ઝુલેલાલ સ્‍થાપન, પંજકડા, કીર્તન, અખ્‍ખા ફુલ્લા, પલ્લવ, જલ અને જયોતનું પૂજન કરાયા બાદ બપોરે ૧૧ કલાકે મહાપ્રસાદ અને ૧૨.૩૦ કલાકે કાર રેલીને પ્રસ્‍થાન અપાશે. જે લાલપરી ઝુલેલાલ ઘાટ, સંતકબીર રોડ, પારેવડી ચોક, કેસરી હિન્‍દ પુલ, હોસ્‍પિટલ ચોક, ઓવરબ્રીજ થઇ મોરબી હાઉસ, સિંધી કોલોની મેઇનરોડ થઇ ઝુલેલાલ મંદિરે પૂર્ણ ણશે.

(3:11 PM IST)