<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

૧૦ જણાના ગેરકાયદેસર વિજ કનેક્‍શન પ્રદ્યુમનનગર પોલીસે કટ કરાવી નાંખ્‍યા

અનેક વખત પોલીસ ચોપડે ચડેલા અકબર ઉર્ફ હકુભા, એઝાઝ ટકો, ઇશુભા, મુસકતા, મંજુ, અર્જુન, સલિમ, યાસીન, મીરજાદ, મુસ્‍તાક અને ઇસ્‍માઇલના ઘરે કાર્યવાહી

રાજકોટઃ શહેરમાં સુરક્ષા અને સલામતિ જળવાઇ રહે અને સ્‍થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્‍યમથી અસામાજીકો, ગુંડા તત્‍વો વિરૂધ્‍ધ કડક કાર્યવાહી થાય તે માટે ડીજીપીશ્રીએ સુચના આપી હોઇ શહેર પ્ર.નગર પોલીસ દ્વારા અસામાજીક તત્‍વો સામે પગલા લેવામાં આવ્‍યા હતાં. તે અંતર્ગત અકબર ઉર્ફ હકુબા અબ્‍દુલભાઇ ખીયાણી, એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ખીયાણી, ઇશુભા રીઝવાન દલ, મુસ્‍તાક અયુબભાઇ માલાણી, મંજુબેન ઉમેશભાઇ ભોણીયા, અર્જુન ઉમેશભાઇ ભોણીયા, સલિમ કાસમભાઇ માણેક, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા, મીરજાદ હકુભા ખીયાણી, મુસ્‍તાક હકુભા ખીયાણી અને ઇસ્‍માઇલ આમદભાઇ શેખ  સહિત ૧૦ જણા ગેરકાયદે વિજ કનેક્‍શન ધરાવતાં હોઇ પીજીવીસીએલ કચેરીને જાણ કરી તેના કનેક્‍શન કપાવી નાખવામાં આવ્‍યા હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ વી. આર. વસાવા, પીએસઆઇ આઇ. એ. બેલીમ અને સ્‍ટાફે આ કામગીરી કરી હતી.

(3:50 PM IST)