<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વોર્ડ નં.૦૧માં આઇ.સી.ડી.એસ.ના ૧૦ કેન્‍દ્રોનું નવીનીકરણ

 રાજકોટ, મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૧માં રૂ.૨૧.૭૦ લાખના ખર્ચે આઇ.સી.ડી.એસ. અર્બન ઘટક-ર ના કુલ-૧૦ કેન્‍દ્રોને રીનોવેશન કરવાનું કામ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ કેબીનેટ મંત્રી તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, તેમજ કોર્પોરેટરો દુર્ગાબા જાડેજા, ડૉ.અલ્‍પેશભાઇ મોરજરીયા તેમજ હિરેનભાઇ ખીમાણીયા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:58 PM IST)