<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th March 2025

વોર્ડ નં.૦૮માં વરસાદી પાણીનાં નિકાલ માટે પાઈપ ગટર નખાશે

 ૯૭.૮૯ લાખ મંજુરઃ રાજકોટ, મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૮માં રૂ.૯૭.૮૭ લાખના ખર્ચે પંચવટી સોસાયટી મેઈન રોડ પર અતિથિ ચોકથી જલારામ હોસ્‍પિટલ થઈ જનકલ્‍યાણ સોસાયટીનાં નાલા સુધી વરસાદી પાણીનાં નિકાલ માટે પાઈપ ગટર નાંખવાનું કામ મંજુર કરવા બદલ આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૮ના કોર્પોરેટરો ડો.દર્શનાબેન પંડયા, પ્રીતિબેન દોશી, અશ્‍વીનભાઈ પાંભર તથા બિપિનભાઈ બેરા દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:58 PM IST)