News of Saturday, 29th March 2025
મેયરના ઈકલી પ્રવાસની દરખાસ્ત મંજુરઃ રાજ્ય સરકારમાં મોકલાઈ
સ્ટે.ચેરમેનને પણ આમંત્રણઃ જયમીન ઠાકર નહીં જાય

રાજકોટ,તા.૨૯: આજે મનપાની સ્ટેન્ડીંગ કમીટી બેઠકમાં વિકાસ કામોની સાથે મેયરના ઈકલી (સાઉથ એશીયા) પ્રવાસની દરખાસ્ત પણ મૂકવામાં આવી હતી. હોદાની રૂએ મેયર તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનને પણ ઈકલી માટે આમંત્રીત કરાયા છે.
ત્યારે મનપાના મુખ્ય બે પદાધિકારીઓ એક સાથે વિદેશ પ્રવાસે જાય તો તંત્રની પ્રક્રીયામાં મુશ્કેલીની સંભાવના હોય શહેર ભાજપ પ્રમુખ માધવ દવે એ પણ આ અંગે વિચાર વિમર્શ કર્યો હતો. ત્યારબાદ સ્ટે.ચેરમેન જયમીન ઠાકરે સ્વેચ્છાએ ઈકલી ન જવાનું જણાવ્યું હતું. જેથી ફકત મેયર નયનાબેન પેઢડીયાના ઈકલી પ્રવાસની દરખાસ્ત મુકવામાં આવી હતી. જેને સ્ટેન્ડીંગ કમીટીએ મંજુર કરી રાજ્ય સરકારમાં મોકલી આપી હતી.
(4:21 PM IST)










