<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

૪૦ વર્ષના રામરાજભાઇ અને ૫૧ વર્ષના દિનેશભાઇના હૃદય બેસી જવાથી મૃત્‍યુ

સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયા અને જુના ગણેશનગરમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૩૧: હૃદય રોગના હુમલાથી મૃત્‍યુના વધુ બે બનાવમાં બન્‍યા છે. જેમાં  ખોખડદળ પાસે રહેતાં મુળ યુપીના યુવાન અને કોઠારીયા રોડ જુના ગણેશનગરના પ્રોૈઢના હાર્ટએટેકથી મૃત્‍યુ થયા છે.

જાણવા મળ્‍યા મુજબ ખોખડદળ પાસે સંસ્‍કાર ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં રહેતાં રામરાજ ગંગારામ પાસવાન (ઉ.વ.૪૦) સવારે ત્રણેક વાગ્‍યે ઘરે એકાએક ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રી અને ચાર પુત્ર છે.

બીજા બનાવમાં કોઠારીયા રોડ જુના ગણેશનગર-૯માં તિરૂપતી સોસાયટી પાસે રહેતાં દિનેશભાઇ હરજીવનભાઇ ધામેચા (ઉ.વ.૫૧) સાંજે ઘરે ઢળી પડતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તે બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. અગાઉ પેરેલીસીસ આવ્‍યો હોઇ ટ્રાઇસીકલમાં અગરબત્તીની ફેરી કરી ગુજરાન ચલાવતાં હતાં. સાંજે હાર્ટએટેક આવી ગયાનું તેમના ભાઇએ કહ્યું હતું. બંને બનાવમાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, ચંદ્રસિંહ, તોૈફિકભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, ભાવેશભાઇએ થોરાળા અને આજીડેમ પોલીસને જાણ કરી હતી. થોરાળાના એએસઆઇ ઘેલુભાઇ શિયારે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:20 PM IST)