News of Monday, 31st March 2025
રાવળ સમાજના લોકોના મૃત્યુ બાદની સમાધિ આપવાની ધાર્મિકવિધિ માટે સ્મશાન માટે અલાયદી જગ્યા ફાળવો
બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સુવિધાઓ મેળવી શકે તે માટે શૈક્ષણિક સંકુલ શરૂ : કરવા રાહત દરે જગ્યા ફાળવોઃ ગોપાલ બોરાણા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

રાજકોટઃ રાવળદેવ સમાજ દ્વારા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને જણાવ્યું છે કે ગુજરાત રાજય દેશમાં સતત ગતિશીલ, ગુણવંતુ અને ગ્લોબલ રાજય તરીકે અગ્રેસર રહ્યુ છે, તેમજ આપના મળદુ અને મક્કમ સ્વભાવે સતત લોકોમાં એક આશ અને વિશ્વાસ જગાડયો છે, તેમજ આપ સર્વે સમાજના હિત માટે હરહંમેશ વિચારો છો, જેના અમે હૃદયના અંતઃ કરણથી આપના આભારી છીએ.
રાવળદેવ સમાજના ગોપાલ બોરાણાએ જણાવેલ કે રાવળ સમાજ શાંતિપ્રિય, સહનશીલ, સહિષ્ણુ તેમજ જિજ્ઞાશુ અને માતાજીના આરાધક તરીકે રાજયમાં વર્ષોથી સ્થાપિત થયેલ છે, તેમજ ઓછી વસ્તી ધરાવતો અને વસવાટ-રોજગાર માટે સતત વિચરતો રહ્યો છે. ઓછી વસ્તી અને ઓછા અભ્યાસને કારણે સમાજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, જેમાંથી થોડી બાબતોને અહીં વર્ણવાનો પ્રતત્ન કરેલ છે જેમાં આપના ઉદાર સ્વભાવથી સરકારમાં જરૂરી સુચનો અને સુધારાઓ થકી સહાયરૂપ થવા અનુરોધ કરાયો હતો.
૧) રાવળ સમાજના લોકોના મળત્યુ બાદની સમાધિ આપવાની ધાર્મિક વિધિ માટે દરેક ગામમાં સ્મશાન માટેની અલાયદી જગ્યા ફાળવી આપવી. ૨) રાવળ સમાજના લોકોને શહેરી-ગ્રામ્ય કક્ષાએ વસવાટ માટે રાહત/ટોકન દરે પ્લોટ ફાળવી આપવા. ૩) રાવળ સમાજના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને સુવિધાઓ મેળવી શકે તે માટે મહાનગરોમાં શૈક્ષણિક સંકુલ ઉભા કરવા રાહત દરે જગ્યાઓ ફાળી આપવી. ૪) રાવળ સમાજના લોકોને વિચરતિ-વિમુક્ત જાતિના પ્રમાણપત્ર સહેલાઇથી મળી રહે તેવી વ્યવસ્થા કરાવી આપવી. ૫) રાવળ સમાજના લોકોને વિચરતિ-વિમુક્ત જાતિના સવિશેષ લાભો આપીને સમાજનો વિકાસ કરાવવો. ૬) ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમમાં રાવળ સમાજનું પ્રતિનિધિત્વ આપવું. ૭) રાવળ સમાજના વાધ્ય(ડાક)ને સંગીત એકેદમી સાથે સાંકળીને રાજયપ્રદેશ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા તેમજ તેની તાલીમ-હરિફાઇ માટેની વ્યવસ્થા ઉભી કરવા.
રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટના પ્રમુખશ્રી ગોપાલભાઇ બોરાણાના (મો.૯૭૨૬૦ ૦૦૦૪૪) દ્વારા અંતમાં જણાવાયું છે.(૪૦.૨૨)
(2:28 PM IST)










