News of Monday, 31st March 2025
બૂધવારે કારઓકે મ્યુઝિકલ નાઇટ
ગાયક મીનાબેન રાવલની યાદરૂપે દિવ્યરાજના જન્મદિન નિમિતે : હેમુગઢવી મીનીહોલમાં આયોજનઃ સંગીત ચાહકોને નિઃશૂલ્ક પ્રવેશ

રાજકોટઃ તા.૩૧, ખૂબ જાણીતા સીંગર મીનાબેન રાવલની યાદમાં અને તેમના પુત્ર દિવ્યરાજના જન્મદિન નિમતે આગામી તા. ર ના બુધવારે રાત્રે ૮-૩૦ વાગ્યે હેમુ ગઢવી મીની હોલ ખાતે મહેશભાઇ રાવલ દ્વારા ‘‘કારઓકે મ્યુઝિકલ નાઇટ'' નું આયોજન કરાયું છે.
જેમાં મુન્નાભાઇ ઠકકર, ડો. પરેશ શાહ, રમેશ ડૈયા, પરેશ દવેરા, અંજય લોઢીયા, મયુર કોટક, હિના કોટડીયા, પૂનમ ગજેરા, અવની ઝાલા, એન્કર મેઘલ ભાગ લઇ ૧૯૮૦ ના વર્ષના કર્ણપ્રિય સુપરહિટ હિન્દી ગીતો કારઓકેના સથવારે રજૂ કરશે.
આ કાર્યક્રમ માટે નિવૃત એ.અસ.આઇ. સુરેશભાઇ મારૂ, બોલબાલા ટ્રસ્ટવાળા જયેશભાઇ ઉપાધ્યાયનો સહયોગ મળેલ છે. રસ ધરાવતા સંગીતપ્રેમીઓને નિઃશૂલ્ક પ્રવેશ અપાશે. કાર્યક્રમ નિરધારીત ૮.૩૦ વાગ્યે શરૂ થઇ જશે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા મૂન્નાભાઇ ઠકકર, પરેશ શાહ, મયુર કોટક, મહેશભાઇ રાવલ નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૩૬-૬)
(2:28 PM IST)










