News of Monday, 31st March 2025
મનપાના વેરા લક્ષ્યાંકમાં ૮૦ લાખનું જ છેટુઃ ૪૦૯.૨૦ કરોડ જમા
રજામાં પણ ટેકસ શાખા કાર્યરતઃ આજે બપોર સુધીમાં ૧.૧૩ કરોડની વસુલાત : નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૪૧૦ કરોડના ટારગેટ સામે આજે છેલ્લા દિવસે પણ કાર્યવાહીનો ધમધમાટ

રાજકોટ, તા. ૩૧: મ્યુની . કોર્પોરેશનની મુખ્ય આવકનોસ્ત્રોત એવી વેરા શાખાનો ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૦૨૫ના ૪૧૦ કરોડના લક્ષ્યાંક સામે ૪૦૯.૨૦ કરોડની આવક થવા પામી છે. વેરા શાખા દ્વારા આજે વિવિધ વિસ્તારોમાં બે મિલકતો સીલ કરવામાં આવેલ તથા ૧૫ મિલ્કતને સીલની કાર્યવાહી તથા ૧૪ને નોટિસ સામે તેમજ પાંચ નળ કનેક્શન કપાત કરતા વસુલાત ૧.૧૩ કરોડની થવા પામી હતી.
આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાનગરપાલિકાનાં વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ૨-મિલક્તોને સીલ મારેલ તથા ૧૫-મિલકતોને સીલની કાર્યવાહી કરતા વસુલાત થયેલ તથા ૧૪-યુનિટની નોટિસ સામે તથા ૫-નળ કનેકશન કપાત કરતા રીકવરી થયેલ.
જેમાં કુવાડવા રોડ પર આવેલ ૩-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂ.૧૮.૫૫ લાખ, ૮૦ ફુટ રોડ પર આવેલ ૧- યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૮૨,૫૦૦, રઘુવીરપાર્કમાં આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૨૯,૮૯૬/-, પેડક રોડ પર આવેલ ‘સિદ્ધિ કોમ્પલેક્ષ' ફર્સ્ટ ફલોર શોપ નં-૧૦૭ ની નોટિસ સામે રીકવરી રૂ.૨૫,૦૦૦/-, રતનદીપ સોસાયટી મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૫૯,૫૮૭/-, સંત કબીર રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૧.૬૪ લાખ, વિજય પ્લોટ મેઇન રોડ પર આવેલ ૧-યુનિટને સીલ કરેલ છે.(સીલ), વિજય પ્લોટ મેઇન રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૦,૧૨૦/-, વિજય પ્લોટ મેઇન રોડ પર આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૮,૭૫૦/-, મંગલા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૬,૫૧૨/-, સખિયાનગરમાં૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૧.૦૧ લાખ, મીલપરા મેઇન રોડ પર આવેલ ‘પરમેશ્વર એપાર્ટમેન્ટ' ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૯ ને સીલ કરેલ છે.(સીલ), માસ્ટર સોસાયટીમાં આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૧.૦૦ લાખ, વાણિયાવાડી મેઇન રોડ પર આવેલ ‘રોશની એપાર્ટમેન્ટ' ફર્સ્ટ ફલોર શોપ નં-૬ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૩૧,૨૭૬/-, વાણિયાવાડી મેઇન રોડ પર આવેલ 'રોશની એપાર્ટમેન્ટ' ફર્સ્ટ ફલોર શોપ નં-૧૦૬ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૨૫,૨૮૮/-, વાણિયાવાડી મેઇન રોડ પર આવેલ ‘રોશની એપાર્ટમેન્ટ' ફર્સ્ટ ફલોર શોપ નં-૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૪૧,૪૭૨/-, વાણિયાવાડી મેઇન રોડ પર આવેલ 'રોશની એપાર્ટમેન્ટ' ગ્રાઉન્ડ ફલોર શોપ નં-૧ યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૧૪ લાખ, લક્ષ્મીવાડીમાં ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૧.૨૦ લાખ, ગુંદાવાડી શેરી નં-૭ માં ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૫૦,૦૦૦/-, નેહરૂનગરમાં આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૩૩,૮૦૦/-, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૮,૯૭૯/-, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦,૯૬૦/-, આસોપાલવ પાર્કમાં આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૨૯,૩૧૫/-, ૪૦ ફુટ રોડ પર આવેલ રેઇનબો રેસીડેન્સી-૨ ૧-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂ.૪૫,૯૯૦/-, કોઠારીયા રોડ પર આવેલ ‘જય ગુરૂદેવ કોમ્પલેક્ષ' ૧-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂ.૨૯,૪૦૦/-, વળદાંવન ઇન્ઙ એરીયામાં ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૭૯,૨૦૦/-, સુમંગલમ પાર્કમાં આવેલ ૧-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂ.૨૯,૪૦૦/-, કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૬૭,૬૦૦/-, શ્રમજીવી પાર્કમાં આવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૭,૬૦૦/-, કોઠારીયા રોડ પર આવેલ ૧-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂ.૧.૫૬ લાખ, રાધેશ્યામ સોસાયટીમાં ૧-નળ કનેકશન કપાત સામે રીકવરી રૂ.૩૮,૨૭૨/-, બોલબાલા રોડ પર આવેલઆવેલ ૧- યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૮૩,૫૧૦/-, ગોંડલ રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૪.૩૫ લાખ, કોઠારીયા રોડ પર આવેલ ૧-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૫૦,૦૦૦/-, કોઠારીયા રોડ પર આવેલ ૨-યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂ.૬૦,૦૦૦/-, ઢેબર રોડ પર આવેલ ૧-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.૧.૦૦ લાખ, કોઠારીયા મેઇન રોડ પર આવેલ ૧-યુનિટની નોટિસ સામે રીકવરી રૂ.૫.૩૯ લાખ.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે. નંદાણી તથા આસી. કમિશ્નરશ્રી સમીર ધડુક, આસી. કમિશ્નર દિપેન ડોડિયા સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ, સિદ્ધાર્થ પંડયા, ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, એચ.જે. જાડેજા, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરો દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.(૨.૧૯)
(3:42 PM IST)










