<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

હાશ... રાજકોટનું જળસંકટ ટળ્‍યું : નર્મદા કેનાલ રીપેરીંગ કામ પાછું ઠેલાશે

શહેરને રાબેતા મુજબ ૧૩પ એમએલડી સૌની યોજનાનું પાણી મળતુ રહેશે : બપોરે સત્તાવાર જાહેરાત

રાજકોટ, તા., ૩૧: શહેરમાં  દરરોજ ર૦ મીનીટ નિયત પાણી વિતરણ વ્‍યવસ્‍થા માટે નર્મદા નીર પર આધાર છે ત્‍યારે ૧ એપ્રિલથી નર્મદાનું પાણી બંધ કરીને કેનાલ રીપેરીંગનું આયોજન સરકારી કરેલ હતું પણ જો કેનાલના કારણે શહેરમાં જળસંકટ ઉભુ થાય તેમ હોય ત્‍યારે હાલ આ કામ પાછુ ઠેલવા નિર્ણય કર્યો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્‍યું હતું. બપોરે સતાવાર જાહેરાત થશે.

 ૧૩૫ એમએલડી પીવાના પાણીની ઘટ પડે તો ઉનાળામાં દૈનિક ૨૦ મીનીટના વિતરણ પર અસર પડે તેવી ભીતિથી પુરો માર્ચ મહિનો મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ગાંધીનગર સુધી દોડાદોડી કરતા રહ્યા હતા. સરકારે ચાલુ મહિનામાં જ આજી અને ન્‍યારી ડેમમાં પુરતુ જળજથ્‍થો ઠલવી દીધો હતો. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાથી માંડી તાજેતરમાં રાજકોટ આવેલા મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ પણ રાજકોટને પાણીની કોઇ ચિંતા કરવી નહીં પડે તેવું કહી ચૂકયા હતા.

દરમ્‍યાન ૧ એપ્રિલથી સૌની યોજનાનું પાણી બંધ થશે તેવો કોઇ અંતિમ સંદેશો આજે બપોર સુધી મહાપાલિકાને મળ્‍યો નથી. આથી આવતીકાલથી પાણી વિતરણમાં કોઇ વિક્ષેપ થાય તેવું લાગતું નથી. પાઇપલાઇન અને સૌની યોજના મારફ્‌તનું પાણી ચાલુ રહેશે. હજુ જરૂર પડે તો સરકાર આપશે. ઉનાળામાં રાજકોટને પાણીની કોઇ તકલીફ નહીં પડે. સરકારે તમામ વિકલ્‍પો વિચારી રાખ્‍યા છે. વળી ચાલુ વર્ષ મહાપાલિકાની ચૂંટણી પણ હોય, સરકાર આવશ્‍યક કામ પણ ખુબ તકેદારીથી કરશે.(૯.૧૯)

(3:42 PM IST)