News of Monday, 31st March 2025
શહેરમાં છેલ્લા બે દિ’માં ૬૨ વેપારી પાસેથી માત્ર ૨.૭૨ કિલો પ્રતિબંધ પ્લાસ્ટીક જપ્ત
મનપાના સોલીડ વેસ્ટ વિભાગની નાટકીય કામગીરી જાહેરમાં ગંદકી બદલ ૨૩,૫૦૦નો દંડ

રાજકોટ,તા.૩૧: મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (ઍમેન્ડમેન્ટ) રૂલ્સ–૨૦૨૧ અન્વયે ઍમ કુલ ૨ દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરવાનીતથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાંઆવી હતી. જેમાં તા. ૨૭ માર્ચ થી ૨૮માર્ચ ઍમ કુલ ૨ દિવસ દરમ્યાન ત્રણેય ઝોનમાંથી કુલ ૬૨ પાસેથી ૨.૭૩ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૨૩૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેન્ટ્રલ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગો પર ઝુંબેશરૂપે પ્રતિબંધીત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૨૬ પાસેથી ૧.૫૭ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૮૪૦૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. વેસ્ટ ઝોનના વિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૯ પાસેથી ૦.૩૫ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરી તથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ ૧૦૮૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે.
ઈસ્ટ ઝોનનાવિવિધ મુખ્ય માર્ગોપર ઝુંબેશરૂપે પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ કરતા ૧૭ પાસેથી ૦.૮ કિ.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટીક જ કરીતથા ગંદકી કરતા આસામી પાસેથી રૂ.૪૨૫૦/-નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરના સુપરવિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર/ સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ. (૨૫.૪)
(4:32 PM IST)










