તા. ૨૩ ઓક્ટોબર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ આસો સુદ – ૧૨ શુક્રવાર
News of Monday, 31st March 2025
જન્મ-મરણ દાખલાની ફી વધારા સામે કોંગ્રેસ મેદાનેઃ વિરોધ
વર્ષે ૩૫ હજાર જન્મ અને ૧૮ હજાર મૃત્યુઃ પ્રમાણપત્રની ફી ના નવા ધોરણમાં રાજય સરકારના જાહેરનામામાં તોતીંગ ડામઃ અતુલ રાજાણી અને વંશરામ સાગઠીયાનો આરોપ

રાજકોટ, તા.૩૧: શહેર કોંગ્રેસ સમિતિનપ્રમુખ અતુલ રાજાણી, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ વિરોધ રાજકોટતા ૩, રાજ્ય સરકારે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાનો મંગળવારથીની મહાનગરપાલિકા માં અમલ થશે તેનો સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ સરકારને ફી વધારવા માટેનો અભરખો જાગ્યો હોય તો ૨ ટકા મોંઘવારીના કારણે વધારી શકાય જોકે પ્રજાને પણ મોંઘવારી તો નડે જ છે અને તેમ છતાં ૧૦ ગણો વધારો એ જન્મ અને મરણ દાખલાને ફી મા દસ ગણો એટલે કે ઈં ૫ના ૫૦ પડાવવામાં આવશે. મળત્યુ નોંધના દાખલાની ૧ નકલ નિઃશુલ્ક હોવી જોઈએ પરંતુ આમાં તો ૧ નકલના ૫૦ કઢાવવામાં આવશે.
વધુમાં રી રજાણી અને સાગઠિયાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જાહેર કરેલી વિગતો મુજબ રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના ગુજરાત રજીસ્ટ્રેશન ઓફ બર્થ એન્ડ ડેટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ ૨૦૨૫ અમલમાં લાવવા અને ૨૭/ફેબ્રુઆરી ના રાજ્ય સરકારના રાજ્ય પત્રમાં પ્રસિદ્ધ કરેલ છે. મોડી નોંધણીમાં પણ ઈં ૨ લેવાતી ફી અગાઉ હવે થી ઈં ૨૦ લેવામાં આવશે.
રેકોર્ડ શોધવા-દાખલાની ફી ખરેખર નોર્મલ જ હોવી જોઈએ જે અગાઉ ઈં ૨ લેવામાં આવતી હતી તે ઈં ૨૦ લેવામાં આવશે. ખરેખર રેકોર્ડ શોધવા માટે તો તગડો પગાર મેળવતા સરકારી કર્મચારીની જવાબદારી બને છે તો કોઈપણ જાતની ફી ન હોવી જોઈએ અને હોય તો તે જૂની ફી મુજબ જ લેવી જોઈએ.
રાજ્ય સરકારને જન્મ મરણ નોંધણી અંગે દુકાન જાણે કે ચાલુ કરી દીધી હોય એ રીતે ફી વધારો ઠોકી બેસાડવામાં આવેલ છે. ૧૫૬ ની સરકાર માં તોતિંગ ફી વધારા સામે મોંઘવારી સામે કે એસ.ટીના ભાડા વધારા અંગે શાસક પક્ષના ધારાસભ્યોની બોલતી બંધ થઈ ગઈ છે. પ્રજાને લૂંટવાનો પીળો પરવાનો મળી ગયો હોય તે રીતે છાશવારે લોકો ઉપર ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. સીંગતેલમાં ૨૫ પૈસા જ્યારે વધતા ત્યારે તાળાબંધી કરનારા શાસકો આ પ્રકારના ભાડા વધારા અંગે ચૂપકીદી સાધી લીધી છે. સબકા સાથ સબકા વિકાસ નું સુત્રનું સૂરસુરીયુ થઈ ગયું છે કેમ અંતમાં રાજાણી અને સાગઠીયા ની યાદીમાં જણાવાયું છે.
(4:25 PM IST)










