<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st March 2025

દેશી તમંચા જીવતા કાર્ટીઝ સાથે યુપીના રાજનને સાંઈબાબા સર્કલ પાસેથી આજીડેમ પોલીસે દબોચ્યો: એએસઆઈ. રવિભાઈ વાંક તથા હારૂનભાઈ ચાનીયાની બાતમી

રાજકોટઃ શહેર આજીડેમ પોલીસે કોઠારીયા રોડ સાંઈબાબા સર્કલ પાસેથી યુપીના શખ્સને દેશી બનાવટની પિસ્તોલ અને કારટીસ સાથે પકડી લીધો છે.

આજીડેમ પોલીસ સ્ટેશન હેઠળ સંવેદનશીલ વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ દરમિયાન શહેર આજીડેમ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઈન્સ. જે.જી.રાણા તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તે એએસઆઈ રવિભાઈ દિલીપભાઈ વાંક તથા હારૂનરસીદ રમજુભાઈ ચાનીયાને મળેલ હકીકતના આધારે રાજકોટ, રોલેક્ષ રોડ, સાંઈબાબા સર્કલ નજીકથી દેશી બનાવટનો તમંચો તથા જીવતા કાર્ટીઝ નંગ-૨ સાથે રાજનકુમાર સદાનંદ ગૌતમ (ઉ.વ.૨૩ ધંધો-મજુરી રહે. સોમનાથ ઈન્ડસ્ટ્રીઝ એરીયા, સોમનાથ વે બ્રીજ પાસે, ગુલાબનગર બાજુમાં, રોલેક્ષ રોડ, રાજકોટ મુળ:- બલનપુર ગામ, પોસ્ટ. જંગીગંજ થાના.ગોપીગંજ જી.બધોઈ રાજ્ય-ઉતરપ્રદેશ)ને પકડી લઈ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા સંયુકત પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર સજજનસિંહ પરમાર (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પુર્વ વિભાગ)ના માર્ગદર્શન હેઠળ આ કામગીરી

પોલીસ ઇન્સ. એ.બી.જાડેજા તથા પો.સબ.ઈન્સ. જે.જી.રાણા તથા એ.એસ.આઇ. હારૂનભાઇ ચાનીયા તથા રવિભાઇ વાંક તથા પો.હેડ.કોન્સ. પિયુષભાઈ ચિરોડીયા તથા દિગ્પાલસિંહ જાડેજા તથા હરપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. પ્રદિપસિંહ ગોહીલ તથા જગદીશસિંહ પરમાર તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ગોપાલભાઈ બોળીયા તથા મહેશભાઈ કોઠીવાળ તથા હરપાલસિંહ જાડેજા તથા દેવાભાઈ ધરજીયા તથા સંજયરાજ બારોટ તથા વિશ્વરાજસિંહ પરમારે કરી હતી.

(9:02 PM IST)