<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st April 2025

રાજકોટને નિયમિત પાણી મળતુ રહેશે, સૌની યોજના પૂર્ણતાના આરેઃ ઢાંકીથી માળિયા સુધી નવી લાઇન

સૌરાષ્‍ટ્રની પાણીને લગતી કામગીરીની સિધ્‍ધીઓ વર્ણવતા મંત્રી કુવરજીભાઇ

રાજકોટ, તા. ૧: રાજયના પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ તેમના વિભાગો હસ્‍તકની છેલ્લા બે વર્ષની કામગીરીનું વર્ણન કરી રાજકોટને ઉનાળામાં પણ નિયમિત પાણી મળતુ રહેશે તેવી ખાતરી આપી છે. નર્મદા કેનાલમાં મરામત કરવાનું નકકી થાય તો તેની અસર રાજકોટ શહેરના પાણી વિતરણ પર ન પડે તે માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવાશ. તેમ તેમણે જણાવ્‍યું હતું.

કુંવરજીભાઇએ પત્રકારને જણાવેલ કે, નર્મદાના પુરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીથી સૌરાષ્‍ટ્રના ૧૧૫ જળાશયો જોડવા માટેની ‘સૌની' યોજનામાં ત્રણ ફેઝની કામગીરી પૈકી ક્રેઝ-૧ અને કેઝ-ર પુર્ણ થયેલ છે, ક્રેઝ ૩ની કામગીરી પૂર્ણતાના આરે છે. ‘સૌની યોજના અંતર્ગત જોડાણ કરવાના થતા ૧૧૫ જળાશયો પૈકી ૯૯ જળાશય અને એનરૂટ ૧૮૫૦ તળાવ/ચેકડેમોનુ જોડાણ કરી આશરે ૧,૧૯,૬૩૮ એમ.સી.એફ.ટી. પાણીનો જથ્‍થો ઉપાડ કરી ફાળવવામાં આવેલ છે. જેનાથી આશરે ૬ લાખ એકર વિસ્‍તારમાં સિંચાઇ સુવિધા સુદૃઢ થયેલ છે'. જ્‍યારે સને ૨૦૨૪-૨૦૨૫ ના વર્ષમાં ૨૫૧૪૫ એમ.સી.એફ.ટી. પાણી છોડવામાં આવ્‍યુ હતુ. જેના થકી ૧૬૪૦ ચેકડેમો ૨૩૪ તળાવો અને પર મોટા જળાશયોમાં પાણી છોડવામાં આવ્‍યુ હતુ. જેનાથી ૨,૫૧,૪૫૦ હેકટર ખેતીની જમીનને સિંચાઈ યોજનાનો છેલ્લા ૨ વર્ષમાં લાભ થયો હતો.

‘સૌની' યોજના/ઉદ્દવહન સિંચાઇ યોજના

રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધારૈઇ જળાશયને ‘સૌની' યોજના થકી ટેન્‍ડર રકમ રૂ. ૧૮૧ કરોડના ખર્ચે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પુર્ણ થતા ૬૦૦૦ હેક્‍ટર ખેતીની જમીનને સિંચાઈનો લાભ મળશે.

દેવભુમિ દ્વારકા જિલ્લાના સોનમતી, વર્તુ અને કબરકા જળાશયને અને રાજકોટ જીલ્લાના ડોડી જળાશયને ‘સૌની' યોજના થકી અંદાજિત ૩. ૩૨ કરોડના ખર્ચે જોડવાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પુર્ણ થતા ૫૯૭૦ હેક્‍ટર ખેતીની જમીનને સિંચાઈનો લાભ મળશે. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ૧૧ ગામોના તળાવ/ચેકડેમને પાઇપલાઇનથી જોડવાની ૩. ૪૧ કરોડની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ કામગીરી પુર્ણ થતા આશરે ૪૩૩ હેક્‍ટર વિસ્‍તારમાં સિંચાઈનો લાભ પુરો પાડી શકાશે.

રાજકોટ જીલ્લાના રાજકોટ તાલુકાના ૩૦ ગામો, જસદણ તાલુકાના ૦૨ ગામો અને કોટડા સાંગાણી તાલુકાના ૦૯ ગામો મળીને કુલ ૪૧ ગામોના ૪૫ તળાવ/ચેકડેમ/નાની સિંચાઈ યોજનાને પાઇપલાઇનથી જોડવાની કામગીરીના ૩. ૧૫૬ કરોડના ટેન્‍ડર મંજુરીની પ્રક્રીયા હેઠળ છે. આ કામગીરી પુર્ણ થતા ૨૧૦૦ હેક્‍ટર વિસ્‍તારમાં સિંચાઇનો લાભ પુરો પાડી શકાશે.

મધ્‍યમ/નાની સિંચાઇ યોજના

ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકાના ઝુડવડલી ગામ પાસે મચ્‍છુન્‍દ્રી નદી પર ટેન્‍ડર રકમ ૩. ૩૨ કરોડના ખર્ચે ઝુડવડલી વિચર બનાવવાના કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. જેમાં ૪૦ ટકા જેટલી કામગીરી પુર્ણ થયેલ છે. આ કામગીરી પૂર્ણ થયેથી ૫૧.૧૩૦ એમ.સી.એફ.ટી મીઠા પાણીનો સંગ્રહ થવા પામશે તેમજ ૦૬ ગામોના આશરે ૨૨૦૦ હેકટર વિસ્‍તારને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો થશે, તેમજ કુવાનાં પાણીના સ્‍તર ઉંચા આવશે.

રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ગામ પાસે ઘેલો નદી પર ટેન્‍ડર રકમ રૂ. ૪.૩૦ કરોડના ખર્ચે નાની સિંચાઈ યોજના બનાવવાની કામગીરી પૂર્ણ થયેલ છે. આ કામગીરી થી ૩૨.૦૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થવા પામશે. તેમજ રરર હેકટર વિસ્‍તારને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો થશે, તેમજ કુવાનાં પાણીના સ્‍તર ઉંચા આવશે.

ગીર સોમનાથ જીલ્લાના ગીર ગઢડા તાલુકામા ૦૧ વીયર, સુત્રાપાડા તાલુકામા ૧ વીયર અને વેરાવળ તાલુકામા ૦૧ વીયર મળીને કુલ ૦૩ વીયર બનાવવાનુ આયોજન છે, જેના અંધજીત રકમ ૩. ૭૬ કરોડના અંદાજોની વહીવટી મંજુરીની કાર્યવાહી પ્રગતિ હેઠળ છે. ઉક્‍ત વીયર બન્નેથી આશરે ૭૬ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થવા પામશે તેમજ આશરે ૪૮૦૦ હેકટર વિસ્‍તારને સિંચાઈનો સીધો તથા આડકતરો ફાયદો થશે, તેમજ કુવાનાં પણીના સ્‍તર ઉંચા આવશે. ડીસેમ્‍બર-૨૦૨૨ થી સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં કુલ ૪૨ નવીન ચેકડેમ બનાવવામાં આવેલ છે, જે અન્‍વયે ૩. ૯.૪૬ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. આ કામગીરી થવાથી ૬૨ MCFT પાણીનો સંગ્રહ થવા પામેલ છે અને ૯૦૫ હેક્‍ટર વિસ્‍તારને સિંચાઈનો સીધો અથવા આડકતરો લાભ આપવામાં આવેલ છે.

આગામી વર્ષનું મુખ્‍ય

બજેટ આયોજન

વર્ષ ૨૦૨૫-૨૬ માટે ‘સૌની' યોજનાની બાકી રહેતી કામગીરી અને સૌરાષ્‍ટ્ર વિસ્‍તારની ઉદ્દવહન સિંચાઈ યોજના માટે ૩. ૮૧૩ કરોડ, સૌરાષ્‍ટ્ર વિસ્‍તારમાં ક્ષાર પ્રવેશ નિવારણની કામગીરી માટે રૂ. ૮૫ કરોડની, જળ સિંચનની વિવિધ કામગીરી માટે રૂ. ૧૯૪ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા સહિતના ઘેડ વિસ્‍તાર ડેવલોપમેન્‍ટના કામો હેઠળ નદીઓ, વેકળાની સફાઈ, ઉન્‍ડા પહોળા કરવા, નદી/વેકળાના પાળા મજબુતી કરણ, અને પુર નિકાલની કામગીરી માટે રૂા ૧૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે.

પાણી પુરવઠા મંત્રીએ કહયુ કે,  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ‘હર  ઘર જલ'ના હેતુને સાકાર કરવા ‘નલ સે જલ' યોજના અંતર્ગત ગુજરાતમાં ગામીણ વિસ્‍તારના ૯૧ લાખથી વધારે ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે.રાજ્‍યના ૩૧૩૮ ગામોને આવરી લેતી રૂા.૩૦૭૭ કરોડની પાણી પુરવઠા યોજનાઓ પૈકી સૌરાષ્‍ટ્રના ૧૩૩૯ ગામોને આવરી લેતી રૂા. ૭૧૧ કરોડની યોજનાનું લોકાર્પણ કરવામાં આવેલ છે.

રાજ્‍યના ૨૯૫૭ ગામોને આવરી લેકી રૂા.૨૪૫૦ કરોડની પાણી પુરવઠા યોજનાઓ પૈકી સૌરાષ્‍ટ્રના ૧૨૯૪ ગામોને આવરી લેતી રૂા.૧૨૪૯ કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે.

બલ્‍ક પાઇપલાઇન યોજના

મોરબી, જામનગર, રાજકોટ, કચ્‍છ જિલ્લાના ૧૩૮૬ ગામો તથા ૨૦ શહેરોની ભવિષ્‍યની કુલ ૬૦ લાખની વસ્‍તી માટે અંદાજિત કિંમત રૂા. ૧૨૦૦ કરોડની ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઈની બલ્‍ક પાઈપ લાઈનના કામો થકી વધારાના ૫૦ કરોડ લીટર પ્રતિ દિન પીવાનું પાણી ઉપલબ્‍ધ કરાવવા માટેના કામોનું આયોજન છે.

પાણીની સુદ્રઢ વ્‍યવસ્‍થાનું આયોજનઃ છેલ્લા ૨ વર્ષમાં પાણી પુરવઠાના વિવિધ કામો માટે કુલ રૂા.૧૭૫૫૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે તથા પાણી પુરવઠા વિભાગની ટેન્‍ડર પરચેઝ કમિટી-૧માં રૂા.૫૫૭૨.૨૬ કરોડના ખર્ચે તૈયાર થનારી ૧૫૫ યોજનાઓના ટેન્‍ડરને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી સૌરાષ્‍ટ્રના જિલ્લાઓ માટે રૂા.૧૯૫૦ કરોડના ૫ યોજનાઓના ટેન્‍ડરને મંજૂરી આપવામાં આવી છે.

સૌરાષ્‍ટ્રમાં કુલ ૧૪ યોજનાઓ હેઠળ ૯૩૪ ગામોને સમાવેશ કરતી અંદાજિત રકમ રૂા. ૧૦૫૦ કરોડના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે.

છેલ્લા ૨ વર્ષમાં ૧૬૨૦ ગામોને સમાવેશ કરતી અંદાજિત કિંમત રૂા.૨૫૦૦ કરોડની ૩૯ જૂથ પાણી પુરવઠા/હેલ્‍મેટ કનેક્‍ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવેલ છે. જે પૈકી સૌરાષ્‍ટ્રમાં ૩ જૂથ યોજના હેઠળ ૯૫ ગામોને આવરી લેવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્રના જિલ્લાઓમાં ભવિષ્‍યની પીવાના પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં ૩. ૩૭૬ કરોડના બલ્‍ક પાઈપલાઈનના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂા. ૨૦૮૦ કરોડના બલ્‍ક પાઇપલાઇનના કામો પ્રગતિ હેઠળ છે.

ગ્રામ્‍ય વિકાસ અને મહિલા સશક્‍તિકરણ

સરકાર દ્વારા ગ્રામ્‍ય વિસ્‍તારમાં પીવાના પાણીને લગતી સમસ્‍યાના ઉકેલ માટે ૨૪×૭ હેલ્‍પલાઇન (૧૯૧૬) શરૂ કરી છેલ્લા બે વર્ષમાં સૌરાષ્‍ટ્રમાં ૩૦૦૦ થી વધુ રજૂઆતોનું ૧૦૦ ટકા સંતોષકારક નિવારણ કરવામાં આવેલ છે.

(3:15 PM IST)